LIVEહિમાચલ પ્રદેશમાં કાંટાની ટક્કર:ભાજપ-34 અને કોંગ્રેસ 31 સીટ પર આગળ

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ-34, કોંગ્રેસ 31 સીટ પર આગળ છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હિમાચલમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું.

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકોના પરિણામ આજે આવશે. રાજ્યમાં 37 વર્ષ જૂની પરંપરા ચાલુ રહેશે કે નવો ઈતિહાસ રચાશે તે આજે બપોર સુધીમાં સ્પષ્ટ થશે. 1985 પછી રાજ્યમાં કોઈપણ પક્ષ પોતાની સરકારનું પુનરાવર્તન કરી શક્યો નથી. ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને વીરભદ્ર સિંહ મુખ્યમંત્રી હતા. આ વખતે બધાની નજર તેના પર છે કે શું પહાડ પર સરકાર બદલવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાના આધારે ભાજપ આ રિવાજને બદલી શકશે.

અપડેટ્સ…

  • હમીરપુરના ભોરંજ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ડો.અનિલ ધીમાન આગળ.
  • ઉના સદર, હરોલી અને કુટલેહારમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ.
  • CM જયરામ ઠાકુરના ગૃહ જીલ્લાની 10માંથી 7 સીટો પર ભાજપ આગળ છે. જ્યારે 3 સીટો પર કોંગ્રેસ આગળ છે.
  • હિમાચલ ભાજપના અધ્યક્ષ સુરેશ કશ્યપ પ્રારંભિક વલણોમાં ભાજપને બહુમતી મળ્યા બાદ પાર્ટીના કાર્યાલયે પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe