ભારતીય કાયદા હેઠળ સ્થિતિ: ઘરેલુ હિંસા અધિનિયમ 2005 (Protection of Women from Domestic Violence Act (PWDVA), 2005) મુજબ આ કાયદો મહિલાઓના રક્ષણ માટે બનાવવામાં આવ્યો છે. જે તેમને પરિવારમાં થતી ઉત્પીડન અથવા હિંસાથી બચાવવા માટે કાનૂની ઉપાયો આપે છે.સાસુને ક્યારે અને કેવી રીતે અધિકાર મળે છે: સાસુને “પીડિત વ્યક્તિ” ગણવામાં આવશે. જો: તે ઘરેલુ સંબંધમાં છે એટલે કે ઉદાહરણ તરીકે પુત્રવધૂ અથવા પુત્ર સાથે એક જ ઘરમાં રહે છે. તેને પુત્રવધૂથી, પુત્રથી કે અથવા પરિવારના કોઈપણ સભ્ય દ્વારા હિંસાનો ભોગ બન્યા હોય. આમાં શારીરિક, માનસિક, મૌખિક, આર્થિક અથવા ભાવનાત્મક દુર્વ્યવહારનો સમાવેશ થાય છે.
સંબંધિત કાનૂની વિભાગો: Section 2(a)માં પીડિત વ્યક્તિ: કોઈપણ સ્ત્રી જે ઘરેલુ સંબંધમાં હોય. Section 3માં ઘરેલુ હિંસાની વ્યાખ્યા (શારીરિક, માનસિક, જાતીય, આર્થિક), Section 4માં કોઈપણ વ્યક્તિ એવી માહિતી આપી શકે છે કે કોઈપણ મહિલા ઘરેલુ હિંસાનો સામનો કરી રહી છે. Section 12માં એવું દર્શાવાયું છે કે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવવાની જોગવાઈ છે. તેમજ Section 18-22માં રક્ષણ, રહેઠાણ, વળતર, કસ્ટડી અને ભરણપોષણના આદેશોની જોગવાઈ આપવામાં આવી છે.
લેન્ડમાર્ક જજમેન્ટ્સ: Vaishali Abhimanyu Joshi vs Nanasaheb Gopal Joshi (2017)- કોર્ટે ઠરાવ્યું કે, જો સસરા અને સાસુ તેમના દીકરા અને વહુ સાથે એક જ ઘરમાં રહે છે અને વહુ દ્વારા હિંસાનો ભોગ બની રહ્યા છે તો PWDVA હેઠળ રક્ષણ માંગી શકાય છે. V.D. Bhanot vs Savita Bhanot (2012) – ઘરેલુ હિંસા કાયદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ભૂતકાળની ઘટનાઓને પણ ધ્યાનમાં લઈ શકાય છે. તેનો અર્થ એ કે જો હિંસા પહેલા થઈ હોય તો તે પણ ફરિયાદનો આધાર બની શકે છે. S.R. Batra vs Taruna Batra (2007) – આ કેસમાં કોર્ટે કહ્યું કે, પુત્રવધૂના અધિકારો ફક્ત પતિની માલિકીના ઘર સુધી મર્યાદિત છે. જેનાથી એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે, જો પુત્રવધૂ સાસુને હેરાન કરે છે અને સાસુ ઘરની માલિક હોય તો સાસુ તેને કાઢી મૂકી શકે છે.કયા સંજોગોમાં સાસુ ફરિયાદ કરી શકે છે: પુત્રવધૂ કે પુત્ર દુર્વ્યવહાર કરે છે, ધમકી આપે છે, અપમાન કરે છે, મિલકત હડપ કરવાનો પ્રયાસ કરે છે. પુત્રવધૂ જાણી જોઈને માનસિક તણાવ અથવા સામાજિક અપમાન કરે છે. પુત્રવધૂ ખોટા આરોપો લગાવીને સાસુને હેરાન કરે છે.
ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા: સ્થાનિક મહિલા પોલીસ સ્ટેશન અથવા મહિલા હેલ્પલાઇન નંબર 181 નો સંપર્ક કરો. સુરક્ષા અધિકારીને મળો અને અરજી સબમિટ કરો. કલમ 12 હેઠળ અરજી મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરી શકાય છે. કોર્ટ રક્ષણ હુકમ, રહેઠાણ હુકમ, વળતર હુકમ આપી શકે છે. જો સાસુ-વહુને ઘરેલુ સંબંધોમાં કોઈપણ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડ્યો હોય – તો તેને પણ ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 હેઠળ સંપૂર્ણ કાનૂની રક્ષણ મળી શકે છે. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)