ભૂજ – કચ્છમાં આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજની ચતુર્થ પુણ્યતિથિએ પૂજનીય સંતો અને ભક્તોએ ભાવાંજલિ અર્પણ કરી

By: nationgujarat
31 Jul, 2024

ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજ. જેમણે પોતાનું સમગ્ર જીવન ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક, શૈક્ષણિક વગેરે કાર્યોમાં ન્યૌછાવર કર્યું; લાખ્ખો કિલોમીટર દેશ-વિદેશમાં ધર્મ પ્રચારાર્થે સત્સંગ વિચરણ કરી ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવ્યો, વાઘા બોર્ડર અને ખાવડા બોર્ડર આદિ બોર્ડરના સ્થળો પર જઈને સૈનિકોની સાર લીધી; દુષ્કાળ, પૂર, ભૂકંપ જેવી હોનારતોમાં લોકો અને મૂંગાં પશુઓની સાર સંભાળ લીધી; દેશ-વિદેશમાં વસતા સત્સંગ ચાહક ભાવિકોની પ્રાર્થના સાંભળી, સ્વીકારી અને તેમના દુ:ખદર્દને દૂર કર્યાં એવા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશ ગુરુ પરંપરાના – શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજ.

પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજીના ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક વગેરે લોક હિતના કાર્યોની સુવાસથી પ્રભાવિત થઈ અનેક સંતો-મહંતો અને પ્રકાંડ વિદ્વાનોએ સદ્ધર્મરત્નાકર, સદ્ધર્મજ્યોતિર્ધર, સનાતનધર્મસંરક્ષક, સિદ્ધાંતવાગીશ, દાર્શનિકસાર્વભૌમ, સત્સિદ્ધાંતદિવાકર, સેવામૂર્તિપરંતપ:, વિશ્વવાત્સલ્યમહોદધિ, વેદરત્ન, વર્લ્ડ પીસ એમ્બેસેડર વગેરે પદવીઓથી નવાજ્યા છે.

સંસ્કારભાસ્કર આચાર્ય સ્વામીજી મહારાજે અનેકાનેક ઐશ્વર્યો દર્શાવી ૭૮ વર્ષ આ લોકમાં દર્શનદાન આપ્યા છે જે આજે તેઓશ્રીની તિથિ મુજબ ચોથી વાર્ષિક પુણ્યતિથિ છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ – કચ્છમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોના સાનિધ્યમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજનું પૂજન-અર્ચન, આરતી તથા હરિભક્તો દ્વારા કીર્તન મહિમાગન કરવામાં આવ્યું હતું. આ પાવનકારી અવસરનો લ્હાવો કચ્છના તે તે ગામમાં વસતા હરિભકતોએ લીધો હતો. તેમજ તે તે શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં ધૂન, ધ્યાન વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


Related Posts

Load more