સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર – અમદાવાદ ખાતે દિપાવલી – પ્રસંગે સેવા – સમર્પણ – શ્રદ્ધા – સંતોષનો સંદેશ આપતી ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
BAPS AKSHARDHAM નો અદભૂત નજારો નિહાળો
આ પ્રસંગે કુમકુમ મંદિરના
સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સુખી થવાનો રાજમાર્ગ છે. સેવા – સમર્પણ – સંતોષ અને શ્રદ્ધા.
તેથી દીપાવલી અને નૂતન વર્ષ પ્રસંગે આપણે સૌ કોઈએ આ ચાર ગુણ આપણા જીવનમાં ઉતરે એવો પ્રયત્ન કરવો જોઈએ. આ ચાર ગુણથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે. એથી આ ચાર ગુણ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
આ સાથે કુમકુમ મંદિરમાં બીજી એક રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી.આપણે સૌ કોઈએ ભગવાનને પ્રાર્થના કરીને દીપનું પૂજન નિત્ય કરવું જોઈએ. તેથી દીપની પણ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. અને મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ઘંટ વગાડવામાં આવે છે . તેથી તે ઘંટ પણ રંગોળીમાં દર્શાવવામાં આવ્યો હતો.
આ રંગોળી તૈયાર કરવામાં શ્રી અલ્કેશભાઈ જોશી એ મહત્વની સેવા આપી