ભારતીય સંસ્કૃતિ મંદિરો -શાસ્ત્રો અને સંતોના કારણે ટકી રહી છે. – સાધુ પ્રેમવત્સલ દાસજી કુમકુમ

By: nationgujarat
02 Dec, 2024

પરમ પવિત્ર તીર્થરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં ગુરુ ભગવંત આચાર્ય દેવ શ્રી વિજય રત્ન ચંદ્ર સુરીશ્વરજી મહારાજ અને શ્રી ઉદય રત્ન સૂરીશ્વરજી મહારાજની પુનિત સાનિધ્યમાં તારીખ 17 ઓક્ટોબરથી ૬ ડિસેમ્બર સુધી આદિ – આનંદ -ઉપાધન પર્વ ચાલી રહ્યું છે , તે અંતર્ગત દીક્ષા મહોત્સવ આદિ વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. આ શુભ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર અમદાવાદના શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલ દાસજી સ્વામી પધાર્યા હતા.

સ્વામિનારાયણ સંપ્રદાય અને જૈન આચાર્ય મુનિઓનું મિલન ઐતિહાસિક બની ગયું. ગુરુ ભગવંતો અને સંતો એકબીજાને મળ્યા હતા અને પરસ્પર પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા. અને એકબીજાને સૌને આવકાર્યા હતા .

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે ,આપણી ભારતીય સંસ્કૃતિએ મંદિરો – શાસ્ત્રો – સંતો ભગવંતોને કારણે ટકી રહી છે . સંતો દીપનું કાર્ય કરે છે. દીપ જેમ અંધકારનો નાશ કરે છે, તેમ સંતો આપણા હૃદયમાં રહેલા દોષો રૂપી અંધકારનો નાશ કરી પ્રકાશના પુંજ ફેલાવે છે.
ગમે તેવો કીમતી મોબાઈલ હોય તો પણ તેને ચાર્જ તો કરવો જ પડે છે,
તેમ આપણે ગમે તેવા ગુણવાન હોઈએ તો પણ સાધુ – ભગવંતોનો સમાગમ કરવાની અવશ્ય જરૂર પડે છે.
તેમની પાસે જવાથી જ આપણામાં સદગુણો
આપણામાં આવે છે.


Related Posts

Load more