તા. ૧૬ જૂનને રવિવારના સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૪મા અંતર્ધાન દિન નિમિત્તે સવારે ૯ – ૦૦ થી ૧૧ – ૩૦ સુધી પારાયણ યોજાશે.
આ પ્રસંગે શ્રીજી વિજય સેવા સમિતિના સભ્યો અને શ્રી હરિવલ્લભદાસજી સ્વામી કીર્તન – ભક્તિ કરશે.
શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન પ્રસંગો વર્ણવશે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક સામાજીક અને ધાર્મિક કાર્યો માત્ર ર૮ વર્ષના સમયગાળામાં કર્યા અને અનેક મંદિરો – શાસ્ત્રો – સંતો બનાવીને જનસમાજનું ઉત્થાન કર્યું છે અને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અને તેનું સંવર્ધન કરવા રાત્રી-દિવસ ગુજરાતના ગામડે ગામડે વિચરણ કર્યું છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન ૧૯૪ વર્ષ પૂર્વ ગઢપુરમાં જેઠ સુદ દશમના રોજ અંતર્ધાન થયા હતા.પરંતુ આજે તેઓ પ્રતિમારૂપે, શાસ્ત્રોરૂપે અને સંતોના હૃદયમાં પ્રગટ રહ્યા છે, તો આપણે આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા જીવન સંદેશને આપણા જીવનમાં ઉતારવો જોઈએ, તો જ આપણે સાચા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી