કુમકુમ મંદિર ખાતે કલ્પવૃક્ષ પબ્લિકેશનનું જે આર ડી તાતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

By: nationgujarat
23 Sep, 2024

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર – અમદાવાદ ખાતે કલ્પવૃક્ષ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત અને કેયુરભાઈ કોટક દ્વારા ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવામાં આવેલ જે આર ડી તાતા (ઉત્કૃષ્ટ પ્રતિભા- મહાન લીડર) ૬૦૪ પેજના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જે માનવીએ જિંદગીમાં સફળતાના શિખરે પહોંચવું હોય, તેના માટે જે આર ડી તાતા પુસ્તક આશીર્વાદરૂપ બની રહેશે.

કારણ કે આ પુસ્તકની અંદર દીર્ઘદ્રષ્ટિ, મૂલ્યો, સાહસ અને સફળતા ઉપર ભાર મૂકવામાં આવેલો છે.

આ પુસ્તકની અંદર કોઈપણ બિઝનેસ, કંપની, મંદિરો કે સંસ્થાના લીડરમાં કયા મુખ્ય ૧૦ ગુણ જોઈએ તે ખૂબ જ સારી રીતે દ્રષ્ટાંત સાથે સમજાવવામાં આવેલ છે.

જેમણે જીવનમાં સફળતા હાંસલ કરવી હોય તેમણે આ પુસ્તક અવશ્ય એક વખત વાંચવા જેવું છે.

આ પુસ્તક અંગ્રેજીમાં સાયરસ એમ ગોંડા દ્વારા લખવામાં આવ્યું હતું. પરંતુ તે ગુજરાતી ભાષાના વાચકો તેને વાંચી શકતા ન હતા. ત્યારે કેયુરભાઈ કોટકે અથાગ પરિશ્રમ કરીને આ પુસ્તકનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર ખૂબ જ સરળ શૈલીમાં કરેલ છે. તે ખરેખર આવકારવાલાયક છે.

આ પ્રસંગે કેયુર કોટકે જણાવ્યું હતું કે, આ પુસ્તકની અંદર લીડરશીપના ૫૩ ગુણો ઉપર પણ વિવેચન કરવામાં આવેલ છે. જે વ્યક્તિ આ ગુણો પોતાના જીવનમાં ઉતારે તો તે ખરેખર એક મહાન લીડર બની શકે છે.

કલ્પવૃક્ષ પબ્લિકેશન દ્વારા આ રીતના અનેક પુસ્તકો પ્રકાશિત કરવામાં આવેલ છે. જેનો આપણે સૌ કોઈએ લાભ લેવો જોઈએ.


Related Posts

Load more