તા. ર૬ – ૧ર – ૨૦ર૪ ગુરુવાર માગરાર વદ એકાદશીના રોજ સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર અને પાલડી અમદાવાદ ખાતે સ્વામિનારાયણ મહામંત્રની રર૩મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા. “સ્વામિનારાયણ” મંત્ર અંકિત કરેલા વસ્ત્રો અને મુગટ ભગવાનને ધરાવવામાં આવ્યા હતા.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્વામિનારાયણ મહામંત્ર અંગે જણાવ્યું હતું કે, આજથી રર૩ વર્ષ પૂર્વે સહજાનંદ સ્વામીએ સંવત્ ૧૮૫૮ ના માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે “સ્વામિનારાયણ” નામ આપ્યું. અને, ત્યારથી આ સંપ્રદાય એ “સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે પ્રસિદ્ધ થયો અને ત્યારપછી સૌ કોઈ સહજાનંદ સ્વામીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે જગમાં ઓળખતા થયા. તેથી આ માગશર વદ એકાદશીની ઉજવણી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરોમાં કરવામાં આવે છે.
આ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી ભૂત,પ્રેત આદિ નાશી જાય છે. આધિ, વ્યાધિ, ઉપાધિ ટળી જાય છે. આલોક અને પરલોકમાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરનાર સુખ – શાંતિને પામે છે.
આ સમગ્ર કાર્યક્રમનો દેશ વિદેશના ભક્તોને લાભ પ્રાપ્ત થાય તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું