કુમકુમ મંદિર ખાતે અપરા એકાદશીના રોજ ભગવાનને રંગબેરંગી ફૂલોના શણગાર સજવામાં આવ્યા.

By: nationgujarat
03 Jun, 2024

તા. ૩ જૂન વૈશાખ વદ – એકાદશીના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે અપરા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા અને શ્રી અબજીબાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું.

એકાદશી નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવામાં આવ્યા હતા.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ અપરા એકાદશી અંગે જણાવ્યું હતું કે, વૈશાખ વદ એકાદશીને અપરા એકાદશી કહેવાય છે. આ એકાદશી કરવાથી માણસ માત્રના ગમે તેવા પાપ નાશ પામી જાય છે. દરેક એકાદશી કરવાની આજ્ઞા શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથમાં કરેલી છે. તેથી આપણે અવશ્ય એકાદશી કરવી જ જોઈએ.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફુલોના શણગાર અંગે જણાવ્યું હતું કે, હાલ, અમદાવાદમાં ૪૦ ડીગ્રીથી વધુ ગરમી પડી રહી છે, ત્યારે ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફુલોના શણગાર ધરાવવામાં આવ્યા હતા.

આપણા શાસ્ત્રોમાં ઋતુ અનુસાર સેવા ભક્તિ કરવાનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. તેથી શિયાળામાં ભગવાનને ઠંડી ઓછી લાગે તે માટે હીટર મૂકવામાં આવે છે, ઉનાળામાં ભગવાન પાસે એ.સી. રાખવામાં આવે છે અને ફુલોના શણગાર કરવામાં આવે છે. આવી રીતે ઋતુ અનુસાર ભક્તિ કરીએ તો સેવા કરનાર ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે.


Related Posts

Load more