સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય ગવાતા “વદું સહજાનંદ”ના ધ્યાનના પદોની તા. ૯ માર્ચ – મહાવદ – ચૌદશ ને શનિવારના રોજ ર૦૦ વર્ષ પૂર્ણ થતાં હોવાથી આ પ્રસંગે ર૦૦ વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતો જે રીતે સત્સંગ સભામાં બિરાજમાન થયા હતા એ દ્રશ્યને આબેહુબ કંડારવામાં આવશે.
જેના દર્શન ભક્તો તા. ૯ ને શનિવારે સવારે ૮ -૦૦ થી ૧ર -૦૦ અને સાંજે ૪ – ૦૦ થી ૧૦ – ૦૦ કરી શકશે.
આ પ્રસંગે સાંજે ૭ – ૩૦ થી ૧૦ -૦૦ સત્સંગ સભા યોજાશે. જેની અંદર શ્રી હરિવલ્લભદાસજી સ્વામી કીર્તનોનું ગાન કરશે અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી “વંદુ સહજાનંદ રસરૂપ”ના જે આઠ પદો છે તે ઉપર પ્રવચન આપશે.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ વંદુના પદો ઉપર અદ્ભૂત લિરીક્સ તૈયાર કરવામાં આવી છે. જેનો દેશ વિદેશના ભક્તો લાભ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવી છે.આ લિરીક્સની એ વિશિષ્ટતા છે કે,આ પદો મોબાઈલ સ્ક્રીન ઉપર વાંચી શકાશે, સાંભળી શકાશે અને સાથે સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનની અલૌકિક મૂર્તિનાં દર્શન પણ કરી શકાશે.