સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ- મણિનગર – અમદાવાદના સંતો હાલ લંડન ખાતે સત્સંગ પ્રચાર કરી રહ્યા છે. તેના ભાગરૂપે લંડનમાં આવેલા કેનહુડ હાઉસ પાર્કમાં તેમણે સત્સંગ સભા યોજી હતી.જેમાં ધ્યાન, ભજન, કીર્તન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનનું ભજન કરવાથી જ મોટપ મળે છે. તેથી સંસારમાંથી વૃત્તિ તોડી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડવી જોઈએ. જેમણે જેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરી છે તે સૌ સુખિયા થયાં છે. તેથી આપણે પણ સમય કાઢીને ભગવાનનું ભજન સ્મરણ કરી લેવું જોઈએ. આ જગ્યા ઉપર કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ત્રણ વખત પધારેલા છે. તેમણે આપેલા સુખોને આપણે યાદ કરવાં જોઈએ. તેમની સ્મૃતિ થઈ આવે તો પણ આ જીવનો મોક્ષ થાય છે.