અભિનેત્રી કૃતિ સેન ડોન -3 મુવીમાં લીડ રોલમા જોવા મળશે, ટુંક સમયમાં કરશે કોન્ટ્રાકટ સાઇન

By: nationgujarat
22 Apr, 2025

જ્યારથી બહુપ્રતિક્ષિત ફિલ્મ ડોન 3 ની જાહેરાત થઈ છે ત્યારથી ચાહકોની ઉત્તેજના મુવી  માટે વધી છે. ત્રીજા ભાગમાં શાહરૂખ ખાનની જગ્યાએ રણવીર સિંહ જોવા મળશે.  આ પહેલા કિયારા અડવાણી રણવીરની સાથે હતી. પરંતુ પ્રેગ્નન્સીના કારણે અભિનેત્રીએ ફિલ્મમાંથી પીછેહઠ કરી હતી. જેના કારણે મેકર્સે નવી હિરોઈનની શોધ કરવી પડશે.

માહિતી અનુસાર, કૃતિ સેનન ડોન 3 માં એન્ટ્રી કરી શકે છે. તે ફીમેલ લીડ બનવાની યાદીમાં સૌથી આગળ છે. પિંકવિલાએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. જે મુજબ કૃતિ ફિલ્મમાં કામ કરવા તૈયાર છે. તે થોડા દિવસોમાં કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. સૂત્રએ કહ્યું કે ફરહાન અખ્તર અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ક્રિએટિવ ટીમ ‘ડોન 3’ માટે અનુભવી અભિનેત્રીને કાસ્ટ કરવા માગે છે. જેની સ્ક્રીન પ્રેઝન્સ ફિલ્મમાં સારી લાગે છે. તેના મતે કૃતિ તેની અપેક્ષાઓ પર ખરી ઉતરે છે. તે રોમાનું અદ્ભુત પાત્ર ભજવવા માટે ઉત્સાહિત છે.

જાણવા મળ્યું છે કે ફરહાન અખ્તરે ‘ડોન 3’ માટે અડધી લોકેશન રેસી પૂર્ણ કરી લીધી છે. ટૂંક સમયમાં તે આંતરરાષ્ટ્રીય સ્ટંટ ટીમ સાથે એક્શન સિક્વન્સ પર કામ કરવાનું શરૂ કરશે. સૂત્રએ જણાવ્યું કે ડોન 3નું મોટાભાગનું શૂટિંગ યુરોપમાં થશે અને લોકેશન્સ ફાઈનલ થઈ ગયા છે. સ્ક્રિપ્ટ પણ તૈયાર છે, હવે માત્ર એક્શન ડિઝાઇન પર થોડું કામ બાકી છે. પ્રી-પ્રોડક્શનનું કામ આગામી કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહેશે. ઓક્ટોબર અથવા નવેમ્બર 2025 સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના છે.


Related Posts

Load more