Related Posts
મહારાષ્ટ્રના રાયગઢમાં આખું ગામ ભૂસ્ખલનની (landslide) લપેટમાં આવી ગયું છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘટનાસ્થળે NDRFની 4 ટીમો સ્થાનિક પ્રશાસનની સાથે બચાવ કાર્યમાં લાગેલી છે. 75 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનની આ ઘટનામાં હજુ વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર 75 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. આપને જણાવી દઈએ કે રાયગઢ જિલ્લાના ખાલાપુર તહસીલના ઈરશાલવાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ભારે ભૂસ્ખલન landslide થયું હતું. ગામમાં પહાડની માટી પુરી પડી. ભૂસ્ખલનની landslide માટીમાં 17 મકાનો દટાયા હોવાની આશંકા છે. આ આદિવાસીઓનું ગામ છે.