યુરોપનાં વિઝા રદ થયા તો હનીમૂન માટે કાશ્મીર ગયા:7 દિવસ પહેલા મસૂરીમાં લગ્ન થયાં, 8 દિવસ પછી બર્થ ડે, આતંકીઓએ હરિયાણાના લેફ્ટનન્ટની હત્યા કરી

By: nationgujarat
23 Apr, 2025

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા પ્રવાસીઓમાં હરિયાણાના કરનાલના રહેવાસી નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલનો પણ સમાવેશ થાય છે. તે 3 વર્ષ પહેલા જ નૌકાદળમાં જોડાયો હતો. તેમના ડેસ્ટિનેશન વેડિંગ માત્ર 7 દિવસ પહેલા જ મસૂરીમાં થયા હતા. વિનય નરવાલ મૂળ કરનાલના ભુસલી ગામનો રહેવાસી છે. પરંતુ તેનો પરિવાર છેલ્લા 15 વર્ષથી સેક્ટર-7માં રહે છે. તેણે પોતાનું શાળાકીય શિક્ષણ કરનાલની સંત કબીર સ્કૂલમાં કર્યું. ત્યારબાદ તેણે દિલ્હીથી બી.ટેક કર્યું.

વિનયના દાદા હવા સિંહે કહ્યું કે પહેલા વિનય અને હિમાંશી તેમના હનીમૂન માટે યુરોપ જઈ રહ્યા હતા. પરંતુ, છેલ્લી ઘડીએ વિઝા કેન્સલ થયા. જેના કારણે તેઓ જમ્મુ અને કાશ્મીર ગયા.

લેફ્ટનન્ટ વિનય સાથે જોડાયેલી બીજી એક દુઃખદ વાત એ છે કે તેમનો જન્મદિવસ 8 દિવસ પછી 1 મે ના રોજ છે. લગ્ન પછીના પહેલા જન્મદિવસ માટે પરિવારે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ 3 મેના રોજ તેઓ તેમની પત્ની સાથે કોચી ડ્યૂટી પર પાછા ફરવાના હતા. ભાસ્કરે વિનયના પરિવાર સાથે વિસ્તૃત વાતચીત કરી, જેમાં તેમની સંપૂર્ણ કહાની સામે આવી…

વિનયના દાદા હવા સિંહે કહ્યું, “અમારો પરિવાર શરૂઆતથી જ સેના સાથે જોડાયેલો છે. મારા કાકા પણ આર્મીમાં હતા. વિનયના નાનાના ભાઈ પણ આર્મીમાં રહ્યા અને અંગ્રેજો સાથે લડાઈ લડી. મારો ભત્રીજો પણ આર્મીમાં છે. હું પણ પોતે BSFમાં હતો. ત્યાંથી રિટાયર્ડ થયા પછી હું હરિણાયા પોલીસમાં જોડાયો અને હવે ત્યાંથી પણ રિટાયર્ડ થઈ ગયો છે.

પરિવારના આર્મી બેકગ્રાઉન્ડના કારણે વિનયના લોહીમાં પણ દેશ સેવાનો ઉત્સાહ હતો. અભ્યાસના દિવસોથી જ તે આર્મીમાં જવા માટે ઇચ્છુક હતો. સ્કૂલ ટાઇમમાં જ તે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ(CDS)ની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તેનું સિલેક્શન થયું નહીં. તે પછી તેણે સીમા સુરક્ષા બળ (SSB)ની તૈયારી શરૂ કરી. 3 વર્ષ પહેલાં તેનું સિલેક્શન નેવીમાં થઈ ગયું.

વિનયની ડ્યૂટી કેરળના કોચીમાં હતી. પિતા રાજેશ કુમાર કસ્ટમ વિભાગમાં સુપરિટેન્ડેન્ટના પદ પર કાર્યરત છે. તેમની ડ્યૂટી પાનીપતમાં છે. દાદા હવા સિંહ 2004માં હરિયાણા પોલીસથી રિટાયર્ડ થયા હતા. માતા આશા દેવી અને દાદી બીરૂ દેવી ગૃહિણી છે. વિનયની નાની બહેન સૃષ્ટિ દિલ્હીમાં સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છે. વિનયનો 2 મહિના પહેલાં જ ગુરુગ્રામની હિમાંશી સાથે સંબંધ નક્કી થયો હતો. હિમાંશી PHD કરી રહી છે અને સાથે જ બાળકોને ઓનલાઇન ભણાવે છે. હિમાંશીના પિતા સુનીલ કુમાર ગુરુગ્રામમાં એક્સાઇઝ એન્ડ ટેક્સેશન ઓફિસર (ETO) છે. 28 માર્ચે વિનય લગ્ન માટે રજા લઈને આવ્યો હતો. 16 એપ્રિલે મસૂરીમાં તેમના લગ્ન થયા. 19 તારીખે કરનાલમાં રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી.

લગ્ન પછી તેમનો યૂરોપમાં હનીમૂનનો પ્લાન હતો. તેના માટે વિઝા પણ અપ્લાય કર્યા હતા. પરંતુ વિઝા મળ્યા નહીં અને યુરોપ જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. તે પછી 21 એપ્રિલે બંને જમ્મૂ-કાશ્મીર માટે રવાના થયા. 22 એપ્રિલે તેઓ પહેલગામમાં હોટલમાં રોકાયા હતા. દાદા હવા સિંહના જણાવ્યા પ્રમાણે ભોજન કર્યા પચી તેઓ નીચે ડેસ્ટિનેશન પોઇન્ટ પર ફરવા ગયા હતા. આ દરમિયાન જ હુમલો થયો.


Related Posts

Load more