કરીના કપૂર ખાનને હંમેશા બોલીવૂડની ફેશન ક્વીન માનવામાં આવે છે. રેડ કાર્પેટ હોય કે વેકેશન લુક, બેબોનો સ્ટાઇલ હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે એક્ટ્રેસ પોતાના પરિવાર સાથે ગ્રીસમાં રજાઓ માણી રહી છે અને ત્યાંથી તેમના એકથી એક સ્ટનિંગ લુક્સ સામે આવી રહ્યા છે. પરંતુ આ વખતે કરીનાએ બીચ ફેશનને દેશી ટ્વિસ્ટ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.સોશિયલ મીડિયા પર તેમણે કેટલીક તસવીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેમણે જે પહેર્યું છે તે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. તસવીરોમાં કરીનાએ પીળા રંગનું હોલ્ટર નેક સ્વિમ ટોપ પહેર્યું છે, જેમાં બેક ટાઈ ડિટેઇલિંગ છે. સાથે તેમણે જે સ્કર્ટ કેરી કરી છે તે હકીકતમાં એક લુંગી સ્કર્ટ છે.કરીનાની આ સ્કર્ટ બોટલ ગ્રીન રંગની છે, જેમાં વ્હાઈટ અને રેડ કલરની ધારીઓ છે. આ ચેક પેટર્નવાળો સ્કર્ટ એન્કલ લેન્થ છે, જે તેમને આરામદાયક અને ક્લાસી બીચ લુક આપે છે.
કરીનાએ આ લુકને બ્લેક કેપ અને બ્લેક સનગ્લાસિસ સાથે સ્ટાઇલ કર્યો છે. મેકઅપ વિના લુક અને ખુલ્લા વાળમાં તે બિલકુલ ફ્રેશ અને નેચરલ લાગી રહી હતી. તસવીરો શેર કરીને તેમણે કેપ્શન લખ્યું છે- ગ્રીસમાં લુંગી ડાન્સ કર્યો…ખૂબ મજા આવી. તેમણે રેડ હાર્ટ ઇમોજી સાથે લખ્યું જરૂર ટ્રાય કરો.કરીનાની આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેન્સ હાર્ટ અને ફાયર ઇમોજી સાથે પોતાની ફીલિંગ્સ શેર કરી રહ્યા છે. તેમના એક ફેનએ લખ્યું- માત્ર બોલીવૂડની બેબો જ એવું કરી શકે છે. એક અન્યએ લખ્યું- ‘માત્ર અમારી ક્વીન જ મેડિટેરેનિયનમાં દેશી સ્વેગ લાવી શકે છે!’ એક અન્યએ લખ્યું- ‘સૌંદર્યની મિસાલ’.આપને જણાવી દઈએ કે લુંગી ભારત અને દક્ષિણ એશિયામાં પહેરવામાં આવતું એક પરંપરાગત પરિધાન છે. આ સામાન્ય રીતે કોટનના કપડાથી બનેલું હોય છે અને ગરમ હવામાનમાં આરામદાયક રહે છે. લુંગીને પુરુષોના પહેરવેશ સાથે જોડવામાં આવે છે, પરંતુ આજની ફેશન દુનિયામાં મહિલાઓ પણ તેને સ્ટાઇલિશ અંદાજમાં પહેરી રહી છે.