ITR ફાઈલ કરવાનો આજે છેલ્લો દિવસ, જો તમે રિટર્ન ફાઈલ ન કરી શકો તો કેટલી પેનલ્ટી ભરવી પડશે?

By: nationgujarat
31 Jul, 2024

જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફાઈલ કર્યું નથી, તો આજે છેલ્લો દિવસ છે. જો ITR ફાઇલિંગમાં વિલંબ થાય છે, તો તમારે દંડ ભરવો પડશે. જો તમે કોઈપણ પ્રકારની પેનલ્ટીથી બચવા ઈચ્છો છો, તો તમે મધરાત 12 સુધી તમારું રિટર્ન ફાઈલ કરી શકો છો. 2023-24 માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ (AIFTP)એ CBDT ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવાની માંગ કરી છે.

પરંતુ જો છેલ્લી તારીખ લંબાવવામાં ન આવે તો 31 ઓગસ્ટ પછી રિટર્ન ફાઈલ કરશો તો કેટલી પેનલ્ટી ભરવી પડશે. ચાલો જાણીઓ…

કરવો પડશે કાયદાકીય કાર્યવાહીનો સામનો

આવકવેરા રિટર્ન ફાઇલ ન કરવા બદલ, તમને દંડ થઈ શકે છે અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ITR ફાઇલ કરીને તમે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગૂંચવણો ટાળી શકો છો. જે લોકોની કરપાત્ર આવક આવકવેરા મુક્તિ મર્યાદા કરતાં ઓછી છે અને તેઓ રિફંડ મેળવવા માટે જ ITR ફાઇલ કરે છે. આવા લોકોને મોડેથી રિટર્ન ફાઈલ કરવા પર કોઈપણ પ્રકારની પેનલ્ટી ચૂકવવી પડતી નથી.

આ કેસમાં દંડની રકમ 1,000 રૂપિયા

નાણાકીય વર્ષ દરમિયાન જેમની આવક રૂ. 5 લાખ કે તેથી ઓછી હોય તો કરદાતાઓ માટે મોડેથી આઇટીઆર ફાઇલ કરવા માટે મહત્તમ દંડ રૂ. 1,000 સુધી મર્યાદિત છે. નાણાકીય વર્ષ 2023-24માં 5 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનાર વ્યક્તિઓએ રિટર્ન મોડું ફાઈલ કરવા બદલ 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. એટલે જ આવકવેરા વિભાગ દ્વારાલોકોને સમયસર ITR ફાઇલ કરવા માટે વારંવાર યાદ અપાવવામાં આવે છે.

આવક પ્રમાણે અલગ-અલગ છે પેનલ્ટી

ITR ફાઈલ કરવામાં વિલંબ માટે આવકવેરા વિભાગ દ્વારા પેનલ્ટી ફટકારવામાં આવે છે. પરંતુ આ પેનલ્ટી તમારી આવક પ્રમાણે બદલાય છે. ઈનકમ ટેક્સના વિસ્તારમાં આવતા અને ન પણ આવતા હોય એ તમામ લોકોએ ITR ફાઇલ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ દર્શાવે છે કે, તમે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન કુલ કેટલી આવક મેળવી છે? સમયસર ITR ફાઇલ કરવું તમારા માટે ઘણી રીતે સારું છે.


Related Posts