IRE Vs IND પહેલી T20 મેચ -31 રનમાં જ આયર્લેન્ડની અડધી ટીમ પેવેલિયનમાં

By: nationgujarat
18 Aug, 2023

ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 T20 મેચની સિરીઝની પહેલી મેચ ડબલિનના ધ વિલેજ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. કેપ્ટન જસપ્રીત બુમરાહે પહેલી જ ઓવરમાં બાલ્બિર્નીને બોલ્ડ કરીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સફળ કમબેક કર્યું છે. આ પછી પાંચમા બોલે લોર્કન ટકરને આઉટ કર્યો હતો. પ્રસિદ્ધ ક્રિષ્નાએ T20 ઈન્ટરનેશનલમાં પહેલી વિકેટ ઝડપતા હેરી ટેક્ટરને આઉટ કર્યો હતો. તો રવિ બિશ્નોઈએ પોતાની પહેલી જ ઓવરમાં કેપ્ટન પોલ સ્ટર્લિંગને બોલ્ડ કર્યો હતો.

પ્રસિદ્ધે બીજી વિકેટ લેતા જ્યોર્જ ડોકરેલને આઉટ કર્યો હતો.

જસપ્રીત 11 મહિના પછી પરત ફર્યો, રિંકુ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને ડેબ્યૂ કેપ
ટીમ ઈન્ડિયા તરફથી રિંકુ સિંહ અને પ્રસિદ્ધ કિષ્નાએ ડેબ્યૂ કર્યું છે. તો ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11 મહિને પરત ફર્યો છે.


Related Posts