Iran Airstrike – ઇરાને કઇ મિસાઇલ અને ડ્રોન વડે પાકિસ્તાનના આંતકીવાદના સ્થળે હુમલો કર્યો ?

By: nationgujarat
17 Jan, 2024

ઈરાન અને પાકિસ્તાન બલૂચિસ્તાન સાથે 1000 કિલોમીટરની સરહદ વહેંચે છે. ઈરાને જૈશ અલ-અદલની જગ્યાઓ પર હુમલો કર્યો. આ હુમલો પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનના કોહ-એ-સબઝ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાને અહીં બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે.

ઈરાન પાસે વિવિધ રેન્જની ડઝનેક બેલેસ્ટિક મિસાઈલો છે. ઈરાને કઈ મિસાઈલનો ઉપયોગ કર્યો છે તે ક્યાંયથી સ્પષ્ટ નથી. પરંતુ જે ચોકસાઈનો દાવો કરવામાં આવી રહ્યો છે તે ઈરાનની ત્રણ મિસાઈલોમાં જ ઉપલબ્ધ છે. આ મિસાઈલો ડેઝફુલ, ઈમાદ અને ગદ્ર-110 છે.

ડેઝફુલ, ગદ્ર-110 અને ઈમાદ તમામ મધ્યમ શ્રેણીની બેલેસ્ટિક મિસાઈલો છે. એટલે કે 1000 થી 2000 કિલોમીટરની વચ્ચે. ત્રણેય તેમની ચોકસાઈ માટે જાણીતા છે. આ સિવાય ઈરાને શાહેદ-107 ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે. આ ડ્રોનની રેન્જ પણ 1000 કિલોમીટર છે. તેનો અર્થ એ કે તે આટલું દૂર જઈને હુમલો કરી શકે છે.

Dezful મિસાઇલ

આ ઈરાન દ્વારા બનાવવામાં આવેલી મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (MRBM) છે. તે 2019 માં પ્રથમ વખત દર્શાવવામાં આવ્યું હતું. આ મિસાઈલની રેન્જ 1000 કિલોમીટર છે. તેના પર 600 થી 700 કિલો વજનનું વોરહેડ લગાવી શકાય છે. તેનું CEP 5 મીટર છે. મતલબ કે જો તે ટાર્ગેટના પાંચ મીટરની અંદર પણ આવી જાય તો લક્ષ્ય સંપૂર્ણપણે નાશ પામશે.

જ્યારે આ મિસાઈલ આકાશમાંથી લક્ષ્ય તરફ આવે છે ત્યારે તેની ઝડપ 8643 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. આ મિસાઈલ વાસ્તવમાં જૂની ઈરાની બેલિસ્ટિક મિસાઈલ ઝોલ્ફાઘરનું અપગ્રેડેડ વર્ઝન છે. તે સમયે તેની રેન્જ 700 કિલોમીટર હતી. આ મિસાઈલ ટ્રક માઉન્ટ લોન્ચરથી છોડવામાં આવી છે.

ઈમાદ મિસાઈલ પ્રવાહી-ઈંધણની મધ્યમ શ્રેણીની બેલેસ્ટિક મિસાઈલ છે. તેનો વ્યાસ 1.25 મીટર છે. તે માત્ર એક જ વોરહેડનો ઉપયોગ કરે છે. જેનું વજન 750 કિલો છે. તેનું CEP 10 મીટર છે. એટલે કે જો તે લક્ષ્યના 5-10 મીટરની અંદર આવે છે, તો લક્ષ્ય સંપૂર્ણપણે નાશ પામશે. તેની રેન્જ 1700 કિલોમીટર છે.

આટલું જ નહીં, આ મિસાઈલમાં મેન્યુવરેબલ રીએન્ટ્રી વ્હીકલ (MaRV)ની વિશેષતા પણ છે. એટલે કે જરૂર પડ્યે તેની દિશા બદલી શકાય છે. તેને ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (IRBM)ની શ્રેણીમાં પણ રાખવામાં આવી છે. તે શહાબ-3 મિસાઈલ જેવું લાગે છે. ઈરાની સેના 2016થી તેનો ઉપયોગ કરી રહી છે.

ગદ્ર -110

ગદ્ર -110 એક મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ પણ છે. તેની રેન્જ 1800 થી 2000 કિલોમીટર છે. તેની ઝડપ ખૂબ જ ભયંકર છે. તે મેક 9 ની ઝડપે ઉડે છે. એટલે કે તે 11,113.2 કિમી/કલાકની ઝડપે લક્ષ્ય તરફ આગળ વધે છે. તેને એન્ટી સેટેલાઇટ મિસાઈલ અને આઈઆરબીએમની શ્રેણીમાં પણ રાખવામાં આવ્યું છે.

આ મિસાઇલ ઇનર્શિયલ ગાઇડન્સ અને જીપીએસ નેવિગેશનના આધારે કામ કરે છે. તેનું CEP 110 મીટર છે. તેનો અર્થ એ છે કે જો તે લક્ષ્યથી 110 મીટરની ત્રિજ્યામાં ક્યાંય પણ પડે છે, તો તે લક્ષ્યનો નાશ કરે છે. બે તબક્કાની મિસાઈલમાં પ્રથમ તબક્કો પ્રવાહી અને બીજો ઘન ઈંધણ છે. તેની લંબાઈ 15.5 મીટર છે.

શાહેદ 107 ડ્રોનની ખાસીયત પણ જોરદાર છે.

આ ઈરાનનું લોઈટીંગ મ્યુશન છે. એટલે કે આત્મઘાતી બોમ્બર ડ્રોન. આ ડ્રોનનો ઉપયોગ રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ કરવામાં આવ્યો છે. તેની પાંખોનો વિસ્તાર 3 મીટર છે. લંબાઈ 2.5 મીટર છે. તેની રેન્જ 1000 કિલોમીટર છે.

 


Related Posts

Load more