IPL Auction 2024 Live Updates -IPL ના ઇતિહાસમાં સૌથી મોંધો ખિલાડી કમિન્સ ને પણ મારી ટક્કર
By: nationgujarat
19 Dec, 2023
PL 2024 માટે દુબઈમાં હરાજી શરૂ થઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ટ્રેવિસ હેડને 6.80 કરોડ રૂપિયામાં પોતાના કેમ્પમાં સામેલ કર્યા છે. જ્યારે હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સ ટીમે ખરીદ્યો છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ ટીમે રોવમેન પોવેલને પોતાના કેમ્પમાં સામેલ કર્યો છે. તે જ સમયે, ભારતના સ્ટાર બેટ્સમેન કરુણ નાયર અને મનીષ પાંડેને કોઈ ખરીદદાર મળ્યો નથી. આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંધો ખિલાડી કોણ છે તે જાણો
કમિન્સ પછી ઓસ્ટ્રલીયાના સ્ટાર્ક સૌથી મોંધો ખિલાડી બન્યો છે કેકેઆર અને ગુજરાત વચ્ચે ચાલી મોટી ટક્કર 24 કરોડ 75 લાખ રૂપિયામાં વહેચાયો
મિચેલ સ્ટાર્ક સૌથી વધુ
- પેટ કમિનંસને 20 કરોડ 50 લાખમાં સનરાઇઝે ખરીદ્યો
- અઝમતુલ્લા ઉમરઝાઈને ગુજરાત ટાઇટન્સ ટીમે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
- શાર્દુલ ઠાકુરને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શાર્દુલ આ પહેલા પણ CSK ટીમ તરફથી રમી ચૂક્યો છે.
- ચેન્નાઈ સુપર કિંગ્સે રચિન રવિન્દ્રને માત્ર 1 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. રવિન્દ્રએ ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે.
- IPL 2024ની હરાજી માટે વાનિંદુ હસરંગાએ તેની બેઝ પ્રાઈસ 1.50 લાખ રૂપિયા રાખી છે અને તેને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે બેઝ પ્રાઈસ પર જ ખરીદ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્રેવિસ હેડને 6 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. હેડે ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેને મોટી રકમ મળી છે.
- હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સ ટીમે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમે પણ તેને ખરીદવા માટે બોલી લગાવી હતી, પરંતુ અંતે જીત દિલ્હી કેપિટલ્સને મળી હતી.
- રાજસ્થાન રોયલ્સ ટીમે રોવમેન પોવેલને પોતાના કેમ્પમાં સામેલ કર્યો છે. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી, પરંતુ રાજસ્થાનની ટીમે તેને 7.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
- gerald cotzee 5 કરોડમાં મુંબઇ ઇન્ડિયન્સે ખરીદ્યો
- ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સની ટીમે 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વોક્સની ગણતરી શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે.
- હર્ષલ પટેલને 11 કરોડ 75 લાખમાં પંજાબે ખરીદ્યો
- ડેરિલ મિશેલે હરાજી માટે તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા રાખી છે. તેને ખરીદવા માટે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બોલી યુદ્ધ ચાલી રહ્યું હતું. પરંતુ અંતે CSKએ તેના માટે મોટી બોલી લગાવી અને તેને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
- કે એસ ભરતને 50 લાખમાં કોલકત્તા નાઇટ રાઇડર ખરીદ્યો
- કુશલ મેન્ડીસ શ્રીલંકાના વિકેટ કિપર અનસોલડ રહ્યો
- જોશ ઈંગ્લિસ પર કોઈ ટીમે મોટી બોલી લગાવી નથી. તે હરાજીમાં વેચાયા વગરના રહ્યા.
- ઈંગ્લેન્ડના સ્ટાર વિકેટકીપર ફિલ સોલ્ટને પણ કોઈ ખરીદનાર મળ્યો નથી.
- અલસારી જોસેફ 11 કરોડ 50 લાખ માં બેગલોરે ખરીદ્યો
- લોકી ફર્ગ્યુસન ને કોઇ ખરીદનાર ન મળ્યુ. ફર્ગ્યુસનની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ચેતન સાકરિયાને કોલકાતા નાઈટ રાઈડર્સે 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.
- ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઇટન્સે 5.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઉમેશ યાદવની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.