IPL 2025: ગુજરાતને બેંગલુરૂને 8 વિકેટથી હરાવ્યું, જોશ બટલર અને સાઇ સુદર્શનની તોફાની બેટિંગ

By: nationgujarat
02 Apr, 2025

આઇપીએલ-2025માં 3 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો હતો. જેમાં ગુજરાતે બેંગલુરૂને 8 વિકેટથી હરાવ્યું છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત તરફથી યુવા ખેલાડી શુભમન ગિલ અને બેંગલુરુ તરફથી રજત પાટીદારે ટીમની કમાન સંભાળી હતી. જેમાં ગુજરાતે ટોસ જીતીને બેંગલુરુને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતી.

ગુજરાતની 8 વિકેટથી જીત

ગુજરાતે ટોસ જીતીને બેંગલુરૂને પહેલા બેટિંગ આપી હતી. જેમાં બેંગલુરૂએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 169 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 17.5 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. આમ, મેચમાં ગુજરાતે 8 વિકેટથી જીત મેળવી હતી.


Related Posts

Load more