KL Rahul – Athiya Shetty Become Parents: હાલમાં IPL 2025ની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયંટ્સની વચ્ચે રમાઈ રહી છે. ત્યારે કેએલ રાહુલને એક ગુડ ન્યૂઝ મળ્યા છે. તે પિતા બની ગયો છે. ખુશીના સમાચાર મળતાની સાથે જ સ્ટાર કપલના ઘરમાં હાસ્યનો માહોલ છવાઈ ગયો છે. ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી માતા-પિતા બન્યા છે. તેઓએ તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. આથિયાએ એક બેબી ગર્લને જન્મ આપ્યો છે.
આ પણ વાંચો: પ્રખ્યાત ટીવી શૉ ‘ભાભીજી ઘર પર હૈ’ના લેખક મનોજ સંતોષીનું 49 વર્ષની વયે નિધન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી શેર કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેએલ રાહુલે એક પોસ્ટ શેર કરીને ચાહકો સાથે ખુશખબરી આપી છે. આથિયા પ્રેગ્નેન્ટ હોવાને કારણે આ ક્રિકેટર તેની પહેલી IPL મેચ પણ મિસ કરી છે. આજે 24 માર્ચના રોજ IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. કેએલ રાહુલ આ વખતે દિલ્હી ટીમનો ભાગ છે.
કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં બેબી ગર્લના જન્મની ખુશખબરી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું, ‘આજે એટલે કે 24 માર્ચે અમારા ઘરમાં ખુશીએ દસ્તક આપી છે.’ આ ખુશખબર મળતાની સાથે જ ચાહકો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા સેલેબ્સે પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.