આઇપીએલ 2025મા પણ રોહિત શર્માનુ ફોર્મ મુબઇ ઇન્ડિયન્સ માટે ચિંતા જનક છે. જો કે રોહીતને આશા હતી કે તેનુ ફોર્મ આઇપીએલની મેચમા પરત આવી જશે પણ હાલ રોહીતના ખરાબ દિવસ તેનો પિછો છોડતા નથી. તમને જાણીને નવાઇ લાગશે કે સ્ટાર અને ખુંખાર બેટર રોહતિ શર્મા 6 મેચમાં એક પણ વખત 30 રનનો સ્કોર કરી શક્યો નથી. આઇપીએલની 6 મેચમા રોહીત શર્માએ ફકત 82 રન કર્યા છે અને તેમા પણ સૌથી વધુ તો માત્ર 26 રન છે. એવરેજ જોઇએ તો માત્ર 13.67 ની છે. આ આંકાડ પરથી રોહીત પોતે પણ ખૂબ જ ચિતિત તો હશે જ પણ ઘણા એવા ફેન્સ છે જે ફકત રોહીતની બેટીંગ જોવા આઇપીએલ મેચ જોવા આવતા હશે તેઓ પણ તેના આ પ્રદર્શન થી નિરાશ હશે જ પરંતુ આફ્રિકાના પુર્વ વિકેટકિપર માર્ક બાઉચરનું માનવું છે કે રોહીત એક સારો બેટર છે તે ખરાબ સમયમાથી પસાર થઇ રહ્યો છે પણ બાકીની મેચમા તે મોટો સ્કોર કરશે તેવો વિશ્વાસ છે.
આઇપીએલના ઓફિશયલ બ્રોડકાસ્ટને બાઉચરે જણાવ્યું કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ માટે રોહીતનું ફોર્મમાં આવુ ખૂબ જ જરૂરી છે જેનાથી શરૂઆતમા ટીમને સારો સ્કોર મળી શકે. ઘણી વખત ખિલાડીઓ તેમના કેરિયરના ખરાબ સમયથી પસાર થતા હોય છે પણ રોહિત જાણે છે કે તેને કેવી રીતે મોટો સ્કોર કરી શકે છે એટલે આશા છે કે બાકીની મેચમા તે સારુ રમશે.
બાઉચરે વધુમાં જણાવ્યું કે, હાર્દીક પંડયા એક સારો ઓલરાઉન્ડર છે. હાર્દીક સારુ પ્રદર્શન કરે છે ત્યારે ટીમનો વિજય નિશ્ચિત હોય છે. બેટીગ સાથે હવે હાર્દીક બોલીંગમા પણ સારુ પ્રદર્શન કરે છે અને હવે તે પાવર પ્લે મા જ નહી પણ વચ્ચે વચ્ચે પણ બોલિંગ કરી ટીમને ખરા સમયે વિકેટ અપાવે છે તેનાથી તેનો આત્મવિશ્વાસ વઘી રહ્યો છે તે એક સારી બાબત છે.