IPL ફાઇનલમાં શરમજનક હાર બાદ SRH ડ્રેસિંગ રૂમમાં પહોંચી કાવ્યા મારન શું કહ્યુ જુઓ

By: nationgujarat
28 May, 2024

ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે જે રીતે સમર્પણ કર્યું તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. પોતાની વિસ્ફોટક બેટિંગથી ટુર્નામેન્ટના ઈતિહાસના સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ બે વખત તોડી ચૂકેલી ટીમ અચાનક જ પડી ભાંગી હતી. કોલકાતા સામેની ફાઈનલમાં ટીમ 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રેયસ અય્યરની ટીમે 10.3 ઓવરમાં જીત મેળવીને ટ્રોફી પર કબજો કર્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના કેપ્ટન પેટ કમિન્સે ફાઇનલમાં કોલકાતા સામે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. મિચેલ સ્ટાર્કે પ્રથમ ઓવરમાં વિકેટ લીધી હતી અને તેની બીજી ઓવરમાં પણ ટીમને ચોંકાવી દીધી હતી. વૈભવ અરોરાએ પણ તેની પ્રથમ ઓવરમાં જ વિકેટ લીધી હતી. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. હૈદરાબાદ તરફથી કેપ્ટન કમિન્સે સૌથી મોટી 24 રનની ઇનિંગ રમી હતી.

જ્યારે હૈદરાબાદની ટીમની વિકેટો પડી રહી હતી ત્યારે ફ્રેન્ચાઈઝીના માલિક કાવ્યા મારનના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. દરેક પડતી વિકેટ સાથે તે વધુને વધુ નિરાશ થઈ ગઈ. તે એટલી દુખી થઈ ગઈ કે તેણે આખી મેચ પણ ન જોઈ અને પોતાની જગ્યા છોડીને ચાલી ગઇ હતી. મેચ પુરી થયા બાદ તે ડ્રેસિંગ રૂમમાં ગઇ અને તમામ ખેલાડીઓને મળી હતી અને તેમને નિરાશ ન થવા અને ટૂર્નામેન્ટમાં તેમના પ્રદર્શન પર ગર્વ કરવા કહ્યું હતું.

 

કાવ્યાએ કહ્યું, હું અહીં માત્ર તમને કહેવા માટે આવી છું કે તમે બધાએ અમને ગર્વ અનુભવવાની તક આપી છે. આ ટુર્નામેન્ટ દરમિયાન જે પ્રકારની રમત બતાવી છે તે ખૂબ જ સારી હતી. તમે બધાએ મળીને T20 ક્રિકેટને એક નવી પરિભાષા આપી. એવી રમત બતાવી જેના વિશે દરેક વાત કરે છે. આજનો દિવસ સારો ન હતો, કોઇ વાત નહીં એવું તો થતું રહે છે. ભલે આજે KKR ફાઇનલમાં જીત્યું, પરંતુ લોકો હજુ પણ અમે જે પ્રકારનું ક્રિકેટ રમ્યા તેની વાત કરી રહ્યા છે. બધા પોતાનું ધ્યાન રાખો અને આ રીતે મારી તરફ તો બિલકુલ પણ જુઓ નહીં.


Related Posts

Load more