ભારતીય ટીમના પુર્વ સ્પીનર આર અશ્વિને આઇપીએલ મેચમા સીએસકેની ટીમને લઇ ચૌકાવનારો ખુલાસો સ્પિનરે ચેન્નાઇ સુપર કિંગ્સ ને લઇ દાવો કર્યો છે જેનાથી ક્રિકેટ પ્રેમીમા હડકંપ મચ્યો છે. આર અશ્વિને કહ્યુ છે કે ડેવાલ્ડ બ્રેવિસ ને ટેબલ નીચે થી રૂપિયા આપવામાં આવ્યા. બ્રેવિસને ક્રિકેટ જગતમા બેબી ડેવીલીયર્સ તરીકે ઓળખવામાં આવે છે. બ્રેવિસને ફાસ્ટ બોલર ગુરજપનીત સિંહ ની જગ્યાએ સાઇન કરવામાં આવ્યા હતો. અશ્વિને દાવો કર્યો હતો કે તે ટીમમાં 2.2 કરોડ રૂપિયામાં આવ્યા હતા. અશ્વિને એક યુટ્યુબ ચેનલમા કહ્યુ છે કે બ્રેવિસને રિપ્લેસમેન્ટમા ટીમ મેનેજમેન્ટ લેવા માંગતા હતા પરંતુ તેને વધુ રૂપિયા આપીને સાઇન કર્યો હતો. અશ્વિને તર્ક આપ્યો હતો કે, બ્રેવિસ જેવા ખિલાડીને ખબર છે કે, નિલામીમા તેને બેઇઝ પ્રાઇસથી વધુ કિમંત મળવાની છે. અશ્વિને વધુમાં કહ્યુ કે બ્રેવિઝ ટીમ સાથે ગત વર્ષે સારો સમય પસાર કર્યો ઘણી ટીમે તેમને સાઇન કરવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ વધુ કિમંતને કારણે તેઓ સાઇન કરતા ન હતા. બ્રેવિઝને રિપ્લેસમેન્ટમા આવવાનુ હતુ એટલે પહેલા ખિલાડી જેટલી જ કિમંતે તેને આવવાનુ હતુ પરંતુ એજેન્ટને ખિલાડીએ કહ્યુ કે મને થોડા વઘારે રૂપિયા આપો તો હુ આવુ આમ તેને વધુ રૂપિયા આપવામાં આવ્યા હતા.