વિયેતનામમાં ‘વિફા’ વાવાઝોડાની ઝપેટમાં આવતા પલટી બોટ , 34થી લોકોના મોત

By: Krunal Bhavsar
19 Jul, 2025

Vietnam breaking News: વિયેતનામથી એક મોટા સમાચાર પ્રકાશ માં આવ્યા છે. શનિવારે(19 જુલાઈ) વિયેતનામના હાલોંગ ખાડીમાં પ્રવાસીઓ સવાર મીની ક્રુઝ રૂપી બોટ પલટી જતાં 34 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે બની હતી. સરકારી મીડિયા અનુસાર, હોડીમાં કુલ 53 લોકો સવાર હતા. દક્ષિણ ચીન સમુદ્રમાંથી ‘વિફા’ વાવાઝોડું વિયેતનામ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે બપોરે લગભગ 2 વાગ્યે (સ્થાનિક સમય) બોટ પલટી ગઈ. આ સમયે દરિયામાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળી પણ પડી રહી હતી. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 11 લોકોને જીવતા બચાવી લેવાયા છે. જ્યારે 34 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં 8 બાળકો પણ સામેલ છે.

બોટ પર સવાર હતા 53 પ્રવાસી

સ્થાનિક સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર, વધુ પડતા પ્રવાસીઓએ રાજધાની હનોઈના રહેવાસી હતા. રાહત અને બચાવ ટીમ હજુ પણ જીવતા બચેલા લોકોની શોધખોળ કરી રહી છે. અત્યાર સુધીમાં પ્રવાસીઓની રાષ્ટ્રીયતાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ખરાબ હવામાનના કારણે બની દુર્ઘટના

વિયેતનામની રાજધાની હનોઈથી 200 કિલોમીટર દૂર આવેલી હાલોંગ ખાડીમાં દુર્ઘટના બની છે. દર વર્ષે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે અને બોટમાં સવારીની મજા માણે છે. આ વર્ષે દક્ષિણ ચીન સાગરમાં આવનારું ત્રીજું વાવાઝોડું વિફા છે, જે ગત અઠવાડિયાની શરૂઆતમાં વિયેતનામના ઉત્તર વિસ્તારમાં ટકરાઈ શકે છે. વાવાઝોડાના કારણે હવામાન ખરાબ થઈ ગયું છે, જેનાથી હવાઈ મુસાફરી પણ ખોરવાઈ છે. નોઈ બાઈ એરપોર્ટે જણાવ્યું કે, શનિવારે 9 આવનારી ફ્લાઈટને બીજા એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી અને 3 ફ્લાઈટને કેન્સલ કરવી પડી.


Related Posts

Load more