વૉશિંગ્ટન ડીસી, 24 જુલાઈ 2025: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૉશિંગ્ટન ડીસીમાં આયોજિત AI સમિટ 2025માં ગૂગલ, માઈક્રોસોફ્ટ, અને એપલ જેવી ટેક કંપનીઓને ભારતમાં ભરતી બંધ કરવા અને અમેરિકન વર્કર્સને પ્રાથમિકતા આપવા આદેશ આપ્યો છે. ટ્રમ્પે ટેક ઈન્ડસ્ટ્રીના “ગ્લોબલિસ્ટ માઈન્ડસેટ”ની આકરી ટીકા કરતાં કહ્યું, “અમેરિકન કંપનીઓએ અમેરિકાની આઝાદીનો લાભ લઈને ચીનમાં ફેક્ટરીઓ બનાવી, ભારતમાં કર્મચારીઓ રાખ્યા, અને આયર્લેન્ડમાં નફો છુપાવ્યો હતો. આ દિવસો હવે ખતમ થયા.”
ભારતીય IT સેક્ટર પર શું અસર?
ટ્રમ્પનો એપલ પર પ્રહાર
આ પહેલાં મે 2025માં ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકને ધમકી આપી હતી કે અમેરિકામાં વેચાતા આઈફોન ભારતમાં નહીં, અમેરિકામાં બનાવવા પડશે, નહીં તો 25% ટેરિફ લાગશે. ટ્રમ્પે કતારની રાજધાની દોહામાં બિઝનેસ લીડર્સ સાથેની બેઠકમાં કહ્યું, “એપલે ભારતમાં ફેક્ટરી લગાવવાની જરૂર નથી. ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે. અમે ચીનમાં તમારા પ્રોજેક્ટ્સ ઘણા વર્ષો સુધી સહન કર્યા, હવે અમેરિકામાં ઉત્પાદન કરો.” આ નિવેદન બાદ એપલના શેરમાં 4%નો ઘટાડો થયો, જે 193 ડૉલર પર આવી ગયો.
ટ્રમ્પની આ નીતિ ભારતના ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલને પણ અસર કરી શકે છે, કારણ કે એપલ અને સેમસંગ જેવી કંપનીઓ ભારતમાં ઉત્પાદન વધારી રહી છે. “ભારત સ્માર્ટફોન ઉત્પાદનનું હબ બની રહ્યું છે, પરંતુ ટ્રમ્પની ટેરિફ નીતિ આ પ્રગતિને રોકી શકે છે.”
AI સમિટમાં ટ્રમ્પના ત્રણ એક્ઝિક્યુટિવ ઓર્ડર
AI સમિટમાં ટ્રમ્પે ત્રણ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં “વિનિંગ ધ AI રેસ” નામનું રાષ્ટ્રીય યોજના શામેલ છે. આ યોજના અમેરિકાને AIમાં વૈશ્વિક નેતા બનાવવા ડેટા સેન્ટર્સનું ઝડપી નિર્માણ અને અમેરિકન AI ટેકનો નિકાસ વધારવા પર ધ્યાન આપે છે. બીજો ઓર્ડર ફેડરલ ફંડિંગ મેળવતી કંપનીઓને “પોલિટિકલી ન્યૂટ્રલ” AI ટૂલ્સ બનાવવા આદેશ આપે છે, જેમાં ટ્રમ્પે “વોક” AI મોડલ્સનો વિરોધ કર્યો.