ફ્રાન્સના “રાષ્ટ્રપતિની” પત્ની ની પુરુષ હોવાની અફવાઓ:સુપ્રીમ કોર્ટમાં 2 મહિલા યુટ્યૂબર્સ વિરુદ્ધ કેસ દાખલ, કહ્યું હતું- જેન્ડર બદલ્યા પછી કર્યા લગ્ન .

By: Krunal Bhavsar
15 Jul, 2025

ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પત્ની બ્રિજિટ મેક્રોને બે મહિલા યુટ્યૂબર્સ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ મહિલાઓએ એક સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે બ્રિજિટ મેક્રોન એક મહિલા નથી પણ એક પુરુષ છે.જીન-મિશેલ ગ્રોગ્રેન્ક્સ તેઓએ કહ્યું કે બ્રિજિટનું સાચું નામ જીન-મિશેલ ગ્રોગ્રેન્ક્સ હતું. જોકે, આ નામ બ્રિજિટના ભાઈનું છે. જીન-મિશેલ અને બ્રિજિટ ખૂબ સમાન દેખાય છે.

આ પછી, ફર્સ્ટ લેડીએ તેમની વિરુદ્ધ પેરિસની કોર્ટમાં કેસ દાખલ કર્યો. કોર્ટે સપ્ટેમ્બર 2023માં બંને મહિલાઓને દોષિત ઠેરવી અને બ્રિજિટ મેક્રોનને વળતર તરીકે 7 લાખ રૂપિયા અને તેના ભાઈને 5 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો.

જોકે, પેરિસની એક અપીલ કોર્ટે 10 જુલાઈના રોજ આ નિર્ણયને ઉલટાવી દીધો હતો. આ પછી, બ્રિજિટ મેક્રોન અને તેના ભાઈએ હવે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.

આ કિસ્સો ડિસેમ્બર 2021નો છે, જ્યારે અમાન્ડાઇન રોય નામની એક મહિલા યુટ્યૂબરે પત્રકાર નતાશા રેનો ઈન્ટરવ્યૂ લીધો હતો. 4 કલાકના આ ઈન્ટરવ્યૂમાં નતાશાએ દાવો કર્યો હતો કે બ્રિજિટ મેક્રોન એક પુરુષ છે. નતાશા રેએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે આ માહિતી માટે 3 વર્ષ સુધી સંશોધન કર્યું હતું.

“રેએ” દાવો કર્યો હતો કે જીન મિશેલે લિંગ પરિવર્તન કરાવ્યા પછી ઇમેન્યુઅલ મેક્રોન સાથે લગ્ન કર્યા હતા. આ વીડિયો વાઇરલ થયો અને સમગ્ર વિશ્વમાં કાવતરાના સિદ્ધાંતો ફેલાવા લાગ્યા.

રાષ્ટ્રપતિ મેક્રોને અમેરિકન પત્રકારને નોટિસ ફટકારી

આ મામલો અમેરિકામાં પણ ઝડપથી ફેલાઈ ગયો. ટ્રમ્પને ટેકો આપતી બે પત્રકારો કેન્ડેસ ઓવેન્સ અને ટકર કાર્લસને તેને સૌથી વધુ પ્રસિદ્ધિ આપી. બંનેએ સોશિયલ મીડિયા પર તેનાથી સંબંધિત ઘણા વીડિયો શેર કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ માનવ ઇતિહાસનું સૌથી મોટું રાજકીય કૌભાંડ છે.

ઓવેન્સે દાવો કર્યો હતો કે બ્રિજિટ અને તેનો ભાઈ જીન-મિશેલ ટ્રોગ્નેક્સ ખરેખર એક જ વ્યક્તિ હતા. એટલે કે, બ્રિજિટ પહેલા જીન-મિશેલ નામનો પુરુષ હતો અને બાદમાં તેણે પોતાનું લિંગ બદલીને સ્ત્રી બની હતી.

ઓવેન્સે તો એમ પણ કહ્યું હતું કે તે બ્રિજિટ મેક્રોન ખરેખર એક પુરુષ છે તે સાબિત કરવા માટે પોતાની સંપૂર્ણ વ્યાવસાયિક પ્રતિષ્ઠા દાવ પર લગાવશે.

બ્રિજિટ મેક્રોનની કાનૂની ટીમે આ દાવાઓનો જવાબ આપ્યો. જાન્યુઆરી 2025માં ઓવેન્સે એક વીડિઓમાં કહ્યું કે તેમને ફ્રાન્સ રાષ્ટ્રપતિ મેક્રોનના વકીલો તરફથી કાનૂની નોટિસ મળી છે.

તે નોટિસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે બ્રિજિટ મેક્રોનને કોઈને પણ પોતાનું સ્ત્રીત્વ સાબિત કરવાની જરૂર નથી અને ઓવેન્સનું વર્તન અપમાનજનક છે.

છતાં, ઓવેન્સ આખા અભિયાનમાંથી પાછળ હટી નથી. તેણીએ યુટ્યૂબ પર “બીકમિંગ બ્રિજિટ” નામની એક વીડિઓ સિરિઝ ચલાવી હતી, જેમાં તેણીએ વારંવાર બ્રિજિટ મેક્રોનની લિંગ ઓળખ પર સવાલ ઉઠાવ્યો હતો.

ઓવેન્સ કહે છે કે આ એક મોટું રહસ્ય છે, જેને સરકાર અને મીડિયા એકસાથે છુપાવી રહ્યા છે. ફેબ્રુઆરી 2025માં ઓવેન્સે ફ્રાન્સ પત્રકાર ઝેવિયર પૌસાર્ડ સાથે એક ઈન્ટરવ્યૂ લીધો, જેમણે “બીકમિંગ બ્રિજિટ” નામનું પુસ્તક પણ લખ્યું છે. તેમનું પુસ્તક એમેઝોન પર બેસ્ટસેલર બન્યું છે.

નતાચા રેએ રશિયામાં આશ્રય માંગ્યો

ફ્રાન્સ પત્રકાર નતાચા રે 2017થી બ્રિજિટ મેક્રોનનો માણસ હોવાનો દાવો કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં તેણીએ રશિયામાં રાજકીય આશ્રય માગ્યો હતો.

રે અને તેમના વકીલ ફ્રાન્કોઇસ ડાંગુન્ટે રશિયન મીડિયાને જણાવ્યું હતું કે ફ્રાન્સમાં તેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો, અને તેઓ રશિયાને એક મહાન લોકશાહી માને છે જ્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં આવે છે.


Related Posts

Load more