ઇન્ડોનેશિયા બોટ માં આગ : ઇન્ડોનેશિયાના સમુદ્રમાં રવિવારે બપોરે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. ‘KM Barcelona VA’ નામના જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જે સમયે આ ઘટના બની ત્યારે જહાજમાં 280 થી વધુ મુસાફરો સવાર હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે રીતસર નું સમુદ્રમાં કૂદી જવું પડવું હતું. આ ઘટના ઉત્તર સુલાવેસી નજીક બપોરે 1:30 વાગ્યે બની હતી.
હાલમાં આ ભયાનક દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ને ગભરાયેલા. જેમાં કેટલાક બાળકો અને મહિલાઓ પણ છે, જેઓ લાઈફ જેકેટ પહેરીને સમુદ્રમાં કૂદતા જોવા મળી રહ્યા છે. ઘણા મુસાફરો ચીસો પાડતા જોવા મળી રહ્યા હતા, જ્યારે કેટલાક સ્ટાફ સભ્યો લોકોને લાઈફ જેકેટ પહેરવામાં મદદ કરી રહ્યા હતા.
રાખમાં ફેરવાઈ ગયું જહાજ, 18 ઘાયલ
ભીષણ આગને કારણે એક સમયે વાદળી અને સફેદ દેખાતી આ ફેરી થોડીજ વારમાં રાખ બની ગઈ હતી. જહાજનો ઉપરનું માળખું આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં 18 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે, જોકે કેટલાક લોકો હજુ પણ ગુમ થયા હોવાના સમાચાર મળ્યા છે.
રાહત બચાવ કામગીરી ચાલી રહી
મળતી માહિતી પ્રમાણે બચાવ ટીમ સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે. KM Barcelona III,KM Venecian અને KM Cantika Lestari 9F નામના ત્રણ મોટા જહાજોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ સાથે સ્થાનિક માછીમારો અને લોકોએ પણ પોતાની બોટ સાથે બચાવ કામગીરી શરૂ કરી હતી.
સુત્રોએ જણાવ્યું કે, જહાજમાં 280 થી વધુ લોકો સવાર હતા. ભીષણ આગને કારણે મુસાફરો ગભરાયેલા દેખાતા હતા. વહાણમાં બાળકો પણ હતા. કેટલાક લોકો આગથી બચવા માટે દરિયામાં કૂદકા મારતા જોઈ શકાય છે. ઘટના બાદ દરિયામાં શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરિયામાંથી લોકોને બચાવવા માટે મોટા પાયે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ આગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આગ એટલી ભયંકર હતી કે થોડી જ વારમાં લગભગ આખું જહાજ બળીને ખાખ થઈ ગયું. લોકો ડરથી રડી રહ્યા હતા અને મદદ માટે આજીજી કરી રહ્યા હતા. જહાજમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક અધિકારીએ પુષ્ટિ આપી છે કે બચાવ કામગીરી માટે KM બાર્સેલોના III, KM વેનેશિયન અને KM કેન્ટિકા લેસ્ટારી 9F જહાજો સ્થળ પર મોકલવામાં આવ્યા છે. આ સાથે, માછીમારી બોટ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.