લંડનમાં ટેક ઓફ બાદ તુરંત જ પ્લેન થયું ક્રેશ, પ્લેન માં લાગી ભીષણ આગ

By: Krunal Bhavsar
13 Jul, 2025

Updated: Jul 14th, 2025

London Plane Crash: લંડનમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. મળતી માહિતી અનુસાર, લંડન ના સોઉથર્ન એરપોર્ટ પાર થી આ વિમાને પેરિસ જવા માટે ટેકઓફ કરતાની સાથે જ વિમાન માં આગ લાગી ગઈ હતી. જેના કારણે પાયલટને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

આ ઘટનાના કારણે તમામ મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો. વિમાનમાંથી નીકળતો ધુમાડો અને આગ જોઈને એરપોર્ટ સ્ટાફ અને ફાયર બ્રિગેડ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગ કાબુ માં લેવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી.

સદનસીબે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મુસાફરોમાં કોઈ મોટી ઇજા થઇ હોવાના સમાચાર નથી. હાલ ઘટના અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે કે વિમાનમા કેવી રીતે લાગી હતીઆગ “.

સ્થાનિક અધિકારીઓ અને એરલાઈન કંપનીએ આશ્વાસન આપ્યું છે કે મુસાફરોને તમામ મદદ પુરી પાડવામાં આવશે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે.

જે વિમાન ક્રેશ થયું બિઝનેસ જેટ હતું. સુપર કિંગ એર કંપની નું બિઝનેસ જેટ નાનું હતું જેણે લંડન ના સાઉથર્ન એરપોર્ટ થી પેરિસવા માટે વિમાને ઉડાણ ભરી હતી , ઓચિંતા વિમાન માં આગ લગતા વિમાને કર્યું ક્રેશ લેન્ડિંગ. રાહત ના સમાચાર ચેવ કે પ્લેન ના ક્રેશ લેન્ડિંગ થા છતાં કોઈ જાનહાનિ નથી થઇ.

અકસ્માતના કારણની તપાસ

હાલમાં અકસ્માતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રારંભિક અંદાજ મુજબ તે તકનીકી ખામી અથવા એન્જિન નિષ્ફળતા હોઈ શકે છે. એરપોર્ટ અધિકારીઓએ હાલમાં રનવે બંધ કરી દીધો છે અને બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. મુસાફરોને કોઈપણ બિનજરૂરી મુસાફરી ટાળવા અને એરપોર્ટ વેબસાઈટ પર આપવામાં આવી રહેલા અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે. એક પ્રત્યક્ષદર્શી મુસાફરે જણાવ્યું હતું કે, અમે એક જોરદાર અવાજ સાંભળ્યો અને જોયું કે વિમાનમાં આગ લાગી હતી. ત્યારબાદ બધે ચીસો પડી રહી હતી.


Related Posts

Load more