Kenya Air Ambulance plane crash News :અમદાવાદ જેવી ભયાવહ વિમાન દુર્ઘટના સર્જાઈ “કેન્યા”માં, થયા 6 મુસાફરોના મોત

By: Krunal Bhavsar
07 Aug, 2025

કેન્યા માં પ્લેન ક્રેશ ની ઘટના : કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ભયંકર વિમાન ની ક્રેશ રૂપી દુર્ઘટના બની છે, જેમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં 2 ડોક્ટર, 2 નર્સ અને 2 સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે, એર એમ્બ્યુલન્સ રહેણાંક વિસ્તારમાં આવેલી એક શાળાની ઉપર પડી ગઈ. આ અકસ્માતમાં કેટલાક ઘરો નષ્ટ થયા છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. શાળાની બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ ગઈ. એર એમ્બ્યુલન્સ પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી.

ટેકઓફ થયાના 3 મિનિટ પછી ક્રેશ થયું એર એમ્યુલન્સ

આમ્બૂ કાઉન્ટી કમિશનર હેનરી વાફુલાએ અકસ્માત અંગે માહિતી આપી હતી કે અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ 7 ઓગસ્ટના રોજ બપોરે 2:14 વાગ્યે થયો હતો. એર એમ્બ્યુલન્સ વિલ્સન એરપોર્ટથી સોમાલિયાના હરગેસિયા શહેર જવા માટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાના 3 મિનિટ પછી એર એમ્બ્યુલન્સ રડારથી ગાયબ થઈ ગઈ અને ATC સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો

લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

ઉટવાલામાં માવીહોકો માધ્યમિક શાળાની ઉપર એર એમ્બ્યુલન્સ પડી ગઈ. વિમાન પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ. અકસ્માત જોઈને લોકોના ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા અને બચાવ કામગીરી હાથ ધરી. લોકોએ પોલીસને વિમાન દુર્ઘટનાની જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી. રાષ્ટ્રીય પોલીસ સેવા અને કેન્યા સંરક્ષણ દળે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટને અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


Related Posts

Load more