ભારતીય રેલ્વેએ લોન્ચ કરી સુપર એપ SwaRail, એપથી શું કામ થશે સરળ જાણો

By: nationgujarat
04 Feb, 2025

રેલ્વે મંત્રાલય દ્વારા એક નવી સુપર એપ લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ SwaRail છે. મુસાફરોને આ એપ પર સામાન્ય લોકોને રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓની ઍક્સેસ મળશે. ભારતીય રેલ્વેની આ નવી સુપર એપ સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS) દ્વારા વિકસાવવામાં આવી છે અને હાલમાં તે પ્લે સ્ટોર પર બીટા પ્રોગ્રામમાં છે.

રેલવેની આ સુપર એપ તમામ સેવાઓ પૂરી પાડવાનું કામ કરશે, જે હાલમાં વિવિધ એપ દ્વારા ઉપલબ્ધ છે. તેની મદદથી તમે રિઝર્વેશન અને અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરી શકશો અહીંથી તમે પ્લેટફોર્મ ટિકિટ, પાર્સલ બુકિંગ અને PNR વિશે પણ માહિતી મેળવી શકશો. જોકે આ એપ પછી

મળનારા ફાયદા

રિજર્વેશન ટિકિટ બુકિંગ , અનરિજ્વડ ટિકિટ , પ્લેટફોર્મ ટિકિટ, પાર્સલ બુકિંગ , પાર્સલ બુકિંગ, પીએનઆર જાણકારી, ફુડ ઓર્ડર  અને ફરિયાદ

રેલવેની આ નવી સુપર એપ હેઠળ યૂઝર્સને ટ્રાવેલ આસિસ્ટન્ટ ફીચર પણ મળશે, જેમાં સિંગલ સાઈન-ઓન, ઓનબોર્ડિંગ અને બીજી ઘણી સુવિધાઓ રેલવે મુસાફરોને મળશે.અહીં યુઝર્સને અલગ-અલગ એપ્સ માટે અલગ-અલગ લોગિન આઈડી અને પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહીં પડે. સરળ સાઇન ઇનની મદદથી મુસાફરો સરળતાથી લોગીન કરી શકશે. નવા વપરાશકર્તાઓએ શરૂઆતમાં કેટલીક મહત્વપૂર્ણ વિગતો દાખલ કરવી પડશે.જો તમે પણ રેલવેની આ સુપર એપને ડાઉનલોડ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે તે હાલમાં બીટા ટેસ્ટિંગમાં છે. અહેવાલો અનુસાર, એન્ડ્રોઇડ અને એપ સ્ટોર પર ઉપલબ્ધ બીટા ટેસ્ટિંગ સ્લોટ ભરાઈ ગયા છે. જો કે, તે સ્ટેબલ વર્ઝનમાં ક્યારે લોન્ચ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ભારતીય રેલ્વેની સુપર એપ SwaRail એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં યુઝર્સને તમામ સેવાઓ એક જ એપ પર મળશે. હાલમાં રેલ્વે સેવાઓ માટે અલગ-અલગ એપ છે, જેને સુપર એપની મદદથી એક છત્ર હેઠળ લાવવાની હોય છે. આ ચીનના WeChat જેવું જ હશે, જ્યાં યુઝર્સને એક જ મોબાઈલ એપમાં તમામ પ્લેટફોર્મની સેવાઓ મળે છે. અહીં યુઝર્સ પેમેન્ટ સર્વિસ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, વીડિયો પ્લેટફોર્મ અને મૂવી ટિકિટ બુકિંગ વગેરે જેવી સેવાઓનો અનુભવ કરી શકે છે.


Related Posts

Load more