મહાકુભમાં રેલ્વેએ ભરપુર કમાણી કરી, એક મહિનામાં કેટલા કરોડની આવક થઇ જાણો

By: nationgujarat
08 Feb, 2025

Mahakumbh 2025: પ્રયાગરાજ ખાતે યોજાયેલો મહાકુંભ ભારતીય રેલવેને ફળ્યો છે. જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ ડિવિઝનને રૂપિયા 186.45 કરોડની આવક થઈ છે. આમ, જાન્યુઆરીમાં રેલવેના અમદાવાદ ડિવિઝને દરરોજ સરેરાશ રૂપિયા 6 કરોડથી વધુની આવક કરી છે.

મહાકુંભના કારણે વધી આવક

ઉનાળા કે દિવાળી વેકેશન કરતાં પણ મહાકુંભ દરમિયાન રેલવેને સૌથી વધુ આવક થઈ છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો નવેમ્બરમાં આવક 167.62 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 175.29 કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરીમાં વધીને 186.45 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવેને દર મહિને સરેરાશ 170 કરોડ રૂપિયાની આવક થતી હોય છે.

રેલવે અમદાવાદ ડિવિઝનની આવકનું સરવૈયું

 

મહિનો મુસાફર કુલ આવક (કરોડ)
નવેમ્બર 18.72 લાખ 167.62 કરોડ
ડિસેમ્બર 19.91 લાખ 175.29 કરોડ
જાન્યુઆરી 20.56 લાખ 186.45 કરોડ

નોંધનીય છે કે, આ વર્ષે મહાકુંભને કારણે અનેક લોકોએ નવા નિયમ મજબ ડિસેમ્બરથી જ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. સામાન્ય ટ્રેન હાઉસફુલ થઈ જતાં અમદાવાદથી 20થી વધુ કુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ હતી. આ પૈકાની મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો જાહેરાતની સાથે જ હાઉસફુલ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ લાંભવેલમાં તલવારના ઉપરાછાપરી ઘા ઝીંકી સાસુની હત્યા કરનારા જમાઈને આજીવન કેદ

60 લાખથી વધુનો દંડ વસૂલ્યો

આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં રેલવે દ્વારા અમદાવાદ સહિત ડિવિઝનના વિવિધ સેક્શનમાં વિશેષ ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં કુલ 24,753 લોકોને ઝડપી તેમની પાસેથી 1.78 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા. 25 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આરપીએફની મદદથી રેલવે અધિકારીઓના નેતૃત્વમાં વિશેષ ઝુંબેશ કરાઈ હતી. આ સમય દરમિયાન ટિકિટ વગર તેમજ અન્ય કોચમાં મુસાફરી કરતા 9126 લોકોને ઝડપી તેમની પાસેથી દંડ પેટે 64.25 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતાં.


Related Posts

Load more