આજે T20 વર્લ્ડ કપ 2024 મેચ અપડેટ્સ: T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત વિ અફઘાનિસ્તાન સુપર-8 મેચ રમાઈ રહી હતી. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર બંને ટીમો આમને-સામને થઇ હતી. ભારતે અફઘાનિસ્તાનને 182 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીત્યા બાદ ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી તોફાની અડધી સદી ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ 32 રન, શિવમ દુબેએ 10 રન અને રવિન્દ્ર જાડેજાએ 7 રનનું યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલીએ 24 રન બનાવ્યા અને કેપ્ટન રોહિત શર્માએ 8 રન બનાવ્યા. ભારતે ઝડપી બોલર મોહમ્મદ સિરાજની જગ્યાએ સ્પિનર કુલદીપ યાદવને તક આપી છે. અફઘાનિસ્તાને કરીમ જનાતની જગ્યાએ હઝરતુલ્લા ઝાઝાઈનો સમાવેશ કર્યો હતો.
સૂર્યકુમારે હાર્દિક પંડ્યા (32) સાથે પાંચમી વિકેટ માટે 60 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. સૂર્યા 17મી ઓવરમાં અને હાર્દિક 18મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 7 રન અને અક્ષર પટેલે 12 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન રાશિદ ખાન અને ફઝલહક ફારૂકીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. નવીન ઉલ હકને એક વિકેટ મળી હતી. તમને જણાવી દઈએ કે ભારત અને અફઘાનિસ્તાને પ્લેઈંગ ઈલેવનમાં એક-એક ફેરફાર કર્યો છે. ભારતે ઝડપી બોલર મોહમ્મદ સિરાજની જગ્યાએ સ્પિનર કુલદીપ યાદવને તક આપી છે. અફઘાનિસ્તાને કરીમ જનાતની જગ્યાએ હઝરતુલ્લા ઝાઝાઈનો સમાવેશ કર્યો હતો.
ભારતીય ટીમનો સ્કોર – Fall of wickets: 1-11 (Rohit Sharma, 2.5 ov), 2-54 (Rishabh Pant, 6.6 ov), 3-62 (Virat Kohli, 8.3 ov), 4-90 (Shivam Dube, 10.5 ov), 5-150 (Suryakumar Yadav, 16.6 ov), 6-159 (Hardik Pandya, 17.6 ov), 7-165 (Ravindra Jadeja, 18.4 ov), 8-181 (Axar Patel, 19.6 ov)
અફઘાનિસ્તાને 114ના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી હતી. નજીબુલ્લાહ ઝદરાને 19 રન અને મોહમ્મદ નબીએ 8 રનનું યોગદાન આપ્યું હતું. અને અઝમતુલ્લા ઉમરઝાઈએ 26 રન અને ગુલબદ્દીન નાયબે 17 રનની ઈનિંગ રમી હતી. અને રહેમાનુલ્લા ગુરબાઝ (11), ઈબ્રાહીમ ઝદરાન (8) અને હઝરતુલ્લા ઝાઝાઈ (2) બેટિંગ કરી શક્યા ન હતા. ટોસ જીત્યા બાદ ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી તોફાની અડધી સદી ફટકારી હતી. ભારતની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન રોહિત શર્મા (8) સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. વિરાટ કોહલી (24)એ બીજી વિકેટ માટે ઋષભ પંત (20) સાથે 43 રનની ભાગીદારી કરી હતી. શિવમ દુબે (10) બેટિંગ કરી શક્યો ન હતો.
ભારત તરફથી બોલીગની વાચ કરીએ તો બુમરાહ ફરી ટીમનો ગોલ્ડ હિરો સાબિત થયો છે તેને 4 ઓવરમા માત્ર 7 રન આપી 3 મહત્વની વિકેટ લઇ ભારતીય ટીમની જીત પાક્કી કરી. ત્યાર પછી અક્ષર પટેલને એક વિકેટ જાડેજાને એક વિકેટ અને કુલદીપને 2 વિકેટ મળી હતી. ભારતે આ મેચ 47 રનથી જીતી આ મેચમા હાર્દીક અને સુર્યકુમાર ટીમનો સ્કોર મજબૂત કરવામા મહત્વનો ફાળો આપ્યો હતો ત્યાર બાદ બોલીગમા બુમરાહ અક્ષર ,અર્શદીપ અને જાડેજા તેમજ કુલદીપે સારી બોલગી કરી હતી
Fall of wickets: 1-13 (Rahmanullah Gurbaz, 1.2 ov), 2-23 (Ibrahim Zadran, 3.4 ov), 3-23 (Hazratullah Zazai, 4.1 ov), 4-67 (Gulbadin Naib, 10.2 ov), 5-71 (Azmatullah Omarzai, 11.1 ov), 6-102 (Najibullah Zadran, 15.2 ov), 7-114 (Mohammad Nabi, 16.3 ov), 8-121 (Rashid Khan, 17.4 ov), 9-121 (Naveen-ul-Haq, 17.5 ov), 10-134 (Noor Ahmad, 19.6 ov)