ભારતીય ટીમ અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ પછી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને 140થી વધુ રન બનાવી લીધા છે. રિંકુ સિંહ અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. આ મેચમા અભિષેક શર્માએ 47 બોલમા 100 રન કર્યા છે. અભિષેક શર્માએ ત8 સિક્સ ફટકારી છે.
ગિલે આ મેચમાં ભારતીય ટીમના પ્લેઈંગ-11માં મોટો ફેરફાર કર્યો છે. તેણે ફાસ્ટ બોલર ખલીલ અહેમદને બાકાત રાખ્યો છે. તેની જગ્યાએ બેટ્સમેન સાઈ સુદર્શનને તક આપવામાં આવી છે. મતલબ ગિલે તેની બેટિંગ મજબૂત કરી છે.તમને જણાવી દઈએ કે પ્રથમ મેચ 13 રને જીતીને ઝિમ્બાબ્વેએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઝિમ્બાબ્વેની કમાન સિકંદર રઝાના હાથમાં છે. બીજી તરફ, શુભમન ગિલની કપ્તાની હેઠળની ભારતીય ટીમ આ બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા માંગે છે.