India vs New Zealand 2nd T20I લાઇવ સ્કોર: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ રવિવારે અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 99 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ભારતીય બોલરોની સામે સારી બેટીંગ ન કરી શક્યા . ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની પ્રથમ વિકેટ 21ના સ્કોર પર પડી હતી, ત્યારબાદ નિયમિત અંતરે વિકેટો પડતી રહી હતી. ન્યૂઝીલેન્ડની અડધી ટીમને ભારતીય સ્પિનરોએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
ભારતને પહેલી વિકેટ ચોથી ઓવરમાં ઓપનર શુભમન ગિલના રૂપમાં પડી. ગિલ 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને માઈકલ બ્રેસવેલે આઉટ કર્યો હતો. બીજી વીકેટ ઇશાનની પડી તેણે 32 બોલમાં 19 રન કર્યા હતા. તો ત્રીજી વિકેટ રાહુલ ત્રીપાઠીની પડી તેણે 18 બોલમાં 13 રન કર્યા હતા અને ચોથી વિકેટ સુંદરની પડી તે 10 રન કરી રન આઉટ થયો હતો.
છેલ્લી ઓવરમાં ભારતને 6 બોલમાં 6 રન કરવાના હતા મેચમાં છેલ્લી ઓવરમાં ક્રિકેટ ફેન્સના મન ઉચવાટ હતો કે શું થશે પરંતુ રસાકરી વાળી મેચમાં સુર્યા કુમારના અંતીમ શોટ થી ભારતે જીત મેળવી. મેચમાં ચોથી વિકેટની ભાગાદીદારી સુર્યા અને પંડયાએ સારી રીતે કરી જેના કારણે મેચ જીતી શક્યા તેમ કહી શકાય.
Fall of wickets: 1-17 (Shubman Gill, 3.5 ov), 2-46 (Ishan Kishan, 8.5 ov), 3-50 (Rahul Tripathi, 10.4 ov), 4-70 (Washington Sundar, 14.3 ov)
ભારતની બોલીંગ
BOWLING | O | M | R | W | ECON | 0s | 4s | 6s | WD | NB |
---|---|---|---|---|---|---|---|---|---|---|
Hardik Pandya | 4 | 0 | 25 | 1 | 6.25 | 9 | 3 | 0 | 1 | 0 |
Washington Sundar | 3 | 0 | 17 | 1 | 5.66 | 11 | 1 | 0 | 1 | 0 |
Yuzvendra Chahal | 2 | 1 | 4 | 1 | 2.00 | 10 | 0 | 0 | 1 | 0 |
Deepak Hooda | 4 | 0 | 17 | 1 | 4.25 | 9 | 0 | 0 | 0 | 0 |
Kuldeep Yadav | 4 | 0 | 17 | 1 | 4.25 | 10 | 1 | 0 | 0 | 0 |
Arshdeep Singh | 2 | 0 | 7 | 2 | 3.50 | 7 | 0 | 0 | 0 | 0 |
Shivam Mavi | 1 | 0 | 11 | 0 | 11.00 | 0 | 1 | 0 | 2 | 0 |