India vs England – આજથી પહેલી ટેસ્ટ ,ગીલની કેપ્ટનશીપની કસોટી , 2007 પછી ટીમ નથી જીતી સિરિઝ

By: nationgujarat
20 Jun, 2025

India vs England-  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ સિરિઝની પહેલી મેચ આજે રમાશે. ભારત 2007 પછી ઇંગ્લેન્ડમા ટેસ્ટ સિરિઝ જીત્યુ નથી તેથી ગીલ એન્ડ કંપની જીત મેળવવા મેદાને ઉતરશે જો કે ગીલની કેપ્ટેનશીપ હેઠળ ટીમ નવી છે યંગ ખિલાડીઓ વધુ છે અને અનુભવી ખેલાડી ઓછા છે અચાનક ટી-20 માથી ટેસ્ટ પર સ્વીચ થવામા ટીમ ઇન્ડિયાના ખિલાડીઓની પરિક્ષા ઇંગ્લેન્ડમા થશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે હેડિગ્લેમા મેચ રમાશે તમને જણાવી દઇએ કે ભારત છેલ્લે 2002મા અંહી મેચ જીત્યુ હતુ ત્યાર પછી 2021મા ટીમ રમી હતી જેમા હાર મળી હતી. ભારતીય ટીમને હેડિગ્લેમા અત્યાર સુધીમા ફકત 2 મેચમા જીત મળી છે તેમા 1986 અને 2002 મા રમાયેલ મેચનો સમાવેશ છે.

ટોસ રહેશે બોસ

હેડિગ્લેમા અત્યાર સુધીમાં 84 મેચ રમાઇ છે જેના પર નજર કરીએ તો આ મેદાન પર ટોસ ની ભૂમિકા મહત્વની સાબિત થાય છે. અંહી પહેલા બેટીંગ કરનારી ટીમ 29 મેચ જીતવામા સફળ રહી છે જ્યારે બીજી બેટીંગ કરનારી ટીમ 36 મેચ જીતવામાં સફળ રહી છે. એટલે આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે જો ગીલ ટોસ જીતે તો પહેલા બોલીંગ કરે તો પહેલી જ ટેસ્ટ મેચ જીતવાનો માર્ગ સરળ થઇ જાય પણ આ તો રમત છે અનિશ્ચતતાની ગેમ છે.

હેડિગ્લે ગ્રાઉન્ટનો ઇતિહાસ 

કુલ મેચ -84

પહેલી બેટીંગ કરનારી ટીમ વિજેતા બની – 29

બીજી બેટીંગ કરનારી ટીમ વિજેતા બની – 36

પહેલી બેટીંગ કરનાર ટીમનો એવરેજ સ્કોર – 298

બીજી બેટીંગ કરનાર ટીંમનો એવરેજ સ્કોર 291

ત્રીજી બેટીંગ કરનાર ટીમનો એવરેજ સ્કોર 239

ચોથી બેટીંગ કરનાર ટીમનો એવરેજ સ્કોર 165

સૌથી વધૂ સ્કોર 653-4 ઓસ્ટ્રલિયા અને ઇંગ્લેન્ડ

સૌથી ઓછો સ્કોર 61-10 વેસ્ટઇન્ડિસ અને ઇંગ્લેન્ડ

લીડ્સના શાંત રસ્તાઓમાં વસેલા, હેડિંગ્લીએ 1899 માં કેન્ટ સામે તેની પ્રથમ ફર્સ્ટ-ક્લાસ મેચનું આયોજન કર્યું હતું. ત્યારથી, હેડિંગ્લીએ કેટલીક મોટી મેચો જોઈ છે, જેમાં 1930 અને 1934 માં ડોન બ્રેડમેન દ્વારા બે ટેસ્ટ ત્રેવડી સદીનો સમાવેશ થાય છે. બ્રેડમેને તે જ દિવસે ત્રેવડી સદી ફટકારી હતી. સરેના ડાબોડી બેટ્સમેન જોન એડ્રિચે પણ 1965 માં ન્યુઝીલેન્ડ સામે અહીં ટેસ્ટ ત્રેવડી સદી ફટકારી હતી. તે યોર્કશાયર કાઉન્ટી ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. ક્લબે 2005 માં આ મેદાન ખરીદ્યું હતું.


Related Posts

Load more