IND VS ENG 4 Test – ગીલ અને રાહુલની 174 રનની ભાગીદારી, શું ડ્રો કરાવી શકશે મેચ ?

By: nationgujarat
27 Jul, 2025

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા ભારે સંઘર્ષનો સામનો કરી રહી છે. કારણ કે, ચોથા દિવસની રમતમાં ભારતની બીજી ઈનિંગ શરૂ થતાં જ ઓપનિંગમાં આવેલો યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન શૂન્ય રને પેવેલીયન ભેગા થઈ ગયા છે. જોકે ત્યારબાદ કે.એલ.રાહુલ અને શુભમન ગિલે બાજી સંભાળતા ચોથા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 2 વિકેટે 174 રને પહોંચ્યા છે, જેમાં ક્રિસ વોક્સે બે વિકેટ ઝડપી છે. હવે ભારતે પ્રથમ ઈનિંગમાં 358 અને બીજી ઈનિંગના 174 સહિત કુલ 532 રન નોંધાવ્યા બાદ ઈંગ્લેન્ડે ખડકેલા 669 રનોથી 137 રન પાછળ છે. આ પહેલા ભારતના પ્રથમ ઈનિંગમાં 358 રન સામે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 669 રન નોંધાવી ટીમ ઈન્ડિયા સામે 311 રનની લીડ મેળવી લીધી છે.

ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગ શરૂ થતાં જ જયસ્વાલ અને સુદર્શન શૂન્ય રને આઉટ થયા છે, ત્યારબાદ ચોથા દિવસની રમતના અંતે કે.એલ.રાહુલે અણનમ 87 રન અને શુભમન ગિલે અણનમ 78 રન નોંધાવ્યા છે. ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોના કંગાળ પ્રદર્શનના કારણે ઈંગ્લેન્ડની ટીમે મજબૂત સ્કોર ઉભો કર્યા બાદ ભારતીય ટીમ ભારે સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. આવતીકાલે ટેસ્ટ મેચનો છેલ્લો દિવસ છે, જો ભારત વિકેટ જાળવી રાખવામાં સફળ થશે તો મેચ પુરેપુરી ડ્રો થવાની સંભાવના છે.

ચોથા દિવસે ગીલ અને રાહુલ જે બેટીગ કરી છે તેનાથી ભારતીય  ફેન્સને દ્રવિડ અને લક્ષ્મણની યાદ અપાવી દિધી છે. બંને મજબૂત ડિફેન્સ કર્યુ કોઇ જ ઉતાવણ ન કરી બોલોરોને પુરતુ સન્માન આપી ઘીરે ઘીરે સ્કોરને આગળ વઘારી હતી. બંને વચ્ચે 174 રનની ભાગીદારી થઇ તે માટે 377 બોલનો સામનો કર્યો એ પણ એવા સમયે કે જ્યારે ટીમની 2 વિકેટ 0 રન પર હતી, ગીલ 78 રન અને રાહુલ 87 રન પર રમી રહ્યા છે ફેન્સ તો ઇચ્છે છે કે બંને બેટર પાંચમા દિવસ આખો રમે તો જ ભારત મેચ ડ્રા કરાવી શકે કારણ કે ટીમ પાસે એક બેટર શોર્ટ છે પંત ઇજાગ્રસ્ત હોવાથી તે બેટીગમા પુરતુ જોર નહી આપી શકે. રાહુલ સૌથી વધુ 210 બોલ ફેસ કર્યા અને ગીલે 167 બોલ ફેસ  કર્યા, પાંચમા દિવસે બોલ લેફટ બેટરને વધુ સ્પીન આપે છે એટલે ઇંગ્લેન્ડના સ્પીનર ભારતીય લેફટ બેટરને સરળતાથી આઉટ કરી શકે છે એટલે પાંચમા દિવસે રાહુલ અને ગીલ કેટલા સેશન ભાગીદારી કરે છે તેના પર નજર રહેશે કારણ કે જોઆમાથી એક પણ વિકેટ પડી તો ઇંગ્લેન્ડના બોલર ભારતને ઓલઆઉટ કરી મેચ જીતી શ્રેણી જીતી જશે,


Related Posts

Load more