ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાએ ગઈકાલે ન્યૂઝીલેન્ડને 44 રને ઓલઆઉટ કર્યા બાદ હવે તે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે. ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર બાદ ટીમ ઈન્ડિયા 4 માર્ચ, મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈનલમાં જીત માટે એડીચોટીનું જોર લગાવશે. ભારત પાસે ઓસ્ટ્રલીયાને સેમિફાઇનલ મેચમાં હરાવી વિશ્વકરની મેચનો બદલો લેવા ફેન્સ ઇચ્છી રહ્યા છે. જો કે ભારત માટે ચિંતાની વાત એ છે કે ન્યુઝિલેન્ડ સામે ભારતના ટોપ ઓડર બેટર કઇ ખાસ સ્કોર કરી શક્યા ન હતા હવે ઓસ્ટ્રલીયાના બોલર સામે રોહીત-કોહલી અને ગીલના બેટથી રન નીકળે તે અગત્યનું છે.
આવતીકાલે ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલ મેચ
ભારત ગ્રૂપ સ્ટેજની ત્રણ મેચમાં વિજયનો ઝંડો ફરકાવી ગ્રૂપ-Aમાં ટોપ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રૂપ-Bમાં બીજા ક્રમે છે. તેણે ત્રણ મેચમાંથી એકમાં વિજય હાંસલ કર્યો હતો. જ્યારે બે મેચ વરસાદના કારણે રદ થઈ હતી. ગ્રૂપ-Bમાં સાઉથ આફ્રિકા પાંચ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. સાઉથ આફ્રિકાનો સેમિફાઈનલમાં સામનો ન્યૂઝીલેન્ડ સાથે પાંચ માર્ચે બુધવારે થશે.
ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તમામ મેચ જીતી છે. ગઈકાલે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવી હતી. તે પહેલાં પાકિસ્તાન અને બાંગ્લાદેશને 6-6 વિકેટથી ધૂળ ચાટતી કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ચેમ્પિયન રહેલી પાકિસ્તાનને ભારતે 6 વિકેટે પરાજિત કરી સેમિફાઈનલમાં એન્ટ્રી લેવા દીધી ન હતી. ઉલ્લેખનીય છે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન ટીમ પાકિસ્તાન છે.
ફાઈનલમાં પહોંચવાની અપેક્ષા વધી
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે રમાનારી સેમિફાઈનલમાં રસાકસીનો માહોલ જોવા મળી શકે છે. બંને ટીમ મજબૂત છે. ઓસ્ટ્રેલિયાએ અમદાવાદમાં 2023માં રમાયેલી ODI વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હાર આપી હતી.
2013માં રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ
અગાઉ 2013માં બર્મિંગહમમાં રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ઈંગ્લેન્ડને પાંચ રનથી હરાવી ટ્રોફી પોતાના નામે કરી હતી. જેમાં રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. જ્યારે શિખર ધવન પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શિડ્યુલ
સેમિફાઈનલ 1
ઈન્ડિયા Vs ઓસ્ટ્રેલિયા
તારીખઃ 4 માર્ચ, મંગળવાર,
સમયઃ બપોરે 2.30 વાગ્યે
સ્થળઃ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ
સેમિફાઈનલ 2
સાઉથ આફ્રિકા Vs ન્યૂઝીલેન્ડ
તારીખઃ 5 માર્ચ, બુધવાર
સમયઃ બપોરે 2.30 વાગ્યે
સ્થળઃ ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર