INDIAની TEAM પર ઇનામોનો વરસાદ – એસ્ટ્રોટોકના સીઈઓ પુનીત ગુપ્તાએ કરી 100 કરોડની જાહેરાત જાણો

By: nationgujarat
18 Nov, 2023

રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બહુપ્રતિક્ષિત ફાઇનલ મેચ રમાવાની છે. આ દરમિયાન તમામ પ્રકારના દાવા અને વળતા દાવાઓ સામે આવી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો એવા છે જેઓ ભારતની જીતને લઈને વિવિધ જાહેરાત કરવામાં વ્યસ્ત છે. એસ્ટ્રોટોકના સીઈઓ પુનીત ગુપ્તાએ પણ કંઈક આવી જ જાહેરાત કરી છે. પુનીત ગુપ્તાએ જાહેરાત કરી છે કે જો ભારત વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડવામાં સફળ થશે તો તે એસ્ટ્રોટૉક વપરાશકર્તાઓમાં 100 કરોડ રૂપિયાનું વિતરણ કરશે.

પુનીત ગુપ્તાએ આગળ લખ્યું કે છેલ્લી વખતે મારી સાથે થોડા જ મિત્રો હતા, જેમની સાથે મેં વર્લ્ડ કપ જીતવાની ખુશી શેર કરી હતી. પરંતુ આ વખતે મારી સાથે AstroTalk વપરાશકર્તાઓ મોટી સંખ્યામાં છે, જેઓ મિત્રો જેવા છે. હું મારી ખુશી તેમની સાથે વહેંચવા માટે કંઈક કરવા માંગુ છું. તેણે આગળ લખ્યું, “આજે સવારે મેં મારી ફાયનાન્સ ટીમ સાથે વાત કરી અને મારા યુઝર્સને 100 કરોડ રૂપિયા આપવાના શપથ લીધા. જો ભારત આ વર્લ્ડ કપ જીતશે તો યુઝર્સના વોલેટમાં પૈસા પહોંચી જશે. આ સાથે પુનીતે લોકોને ભારતને સમર્થન આપવાનું આહ્વાન કર્યું છે.

આ દરમિયાન પુનીત ગુપ્તાએ 2011માં વર્લ્ડ કપમાં ભારતની ટાઈટલ જીતની યાદોને પણ તાજી કરી હતી. LinkedIn પર એક પોસ્ટમાં પુનીત ગુપ્તાએ લખ્યું છે કે ભારતે છેલ્લી વખત 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે હું કૉલેજમાં ભણતો હતો અને આ મારા જીવનના સૌથી સુખી દિવસો પૈકીનો એક હતો. આ સાથે તેણે 2011 વર્લ્ડ કપ ફાઈનલ પહેલાની બેચેની પણ યાદ કરી. પુનીતે કહ્યું કે અમે મેચની આગલી રાતે બરાબર ઉંઘી શક્યા ન હતા અને આખી રાત મેચ સાથે જોડાયેલી રણનીતિઓ પર ચર્ચા કરતા હતા.

તો બીજી બાજુ રાજકોટ તાલુકા સરપંચ એસોસિએશનના પૂર્વે પ્રમુખ અને પુર્વે સરપંચ ગઢકા ગ્રામ પંચાયત અને રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવા બિઝનેસમેન અને જિલ્લા ભાજપ અગ્રણી કેયુર ઢોલરીયા દ્વારા 16 લોકોને પ્લોટ આપવાની જાહેરાત કરાઈ છે. તમામ 16 લોકોને રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ ઝોનના હબ ગણાતા લોઠડા ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં ભાયાસર-કાથરોટા પાસે આધુનિક સુવિધા સાથેના શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 251 વારના પ્લોટ પુરસ્કાર રૂપે એનાયત કરાશે.

તો હજી તો ઘણી ઓફરો આવશે મેચ પત્યા પછી પણ … તો આવતીકાલે કોણ જીતશે મેચ તમે કોમેન્ટ ચોક્કસ કરજો


Related Posts

Load more