Indian squad for Afghanistan Series: થઇ ગઇ ભારતીય ટીમની જાહેરાત

By: nationgujarat
08 Jan, 2024

અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝ માટે રોહિત શર્માને કપ્તાની સોંપવામાં આવી છે. જ્યારે વિરાટ કોહલી પણ T20 ફોર્મેટમાં પરત ફર્યો છે.કપ્તાન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ BCCIને જાણ કરી હતી કે તેઓ T20માં પસંદગી માટે ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં બંને ખેલાડીઓને નજરઅંદાજ કરવું ઘણું મુશ્કેલ હતું. તમને જણાવી દઈએ કે રોહિત ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ઓફિશિયલ કેપ્ટન છે, એ અલગ વાત છે કે તેણે અને વિરાટ કોહલીએ એક વર્ષથી કોઈ ટી-20 મેચ રમી નથી.

પસંદગીકારોએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહને અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે આરામ આપ્યો છે. કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામેની જીતમાં સિરાજ અને બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને ફાસ્ટ બોલર હવે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે આ બંને બોલર ઈંગ્લેન્ડ શ્રેણી માટે સંપૂર્ણ રીતે ફ્રેશ રહે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે સીરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. ત્યારબાદ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ T20 શ્રેણીની છેલ્લી મેચની યજમાની કરશે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંઘ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શભાઈ સિંહ. , અવેશ ખાન અને મુકેશ કુમાર.

પહેલી ટી-20 – 11 જાન્યુઆરી મોહાલી બીજી ટી-20 14 જાન્યુઆરી ઇંદોર ત્રીજી ટી-20  બેંગ્લુરમાં રમાશે સાંજે 7 કલાકથી શરૂ થશે


Related Posts

Load more