ભારતે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ચેનાબ નદી પર બનેલા બગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ડેમના બે દરવાજા ખોલી નાખ્યા છે. ભારતે અગાઉ આ પાણીને પાકિસ્તાન જતું અટકાવ્યું હતું. હવે અચાનક ભારતે પાકિસ્તાન માટે બગલીહાર ડેમનું પાણી છોડી દીધું છે.
ભારતે 22 એપ્રિલના રોજ પહેલગામમાં 6-7 મેની રાત્રે થયેલા આતંકવાદી હુમલો કર્યો છે અને હજુ ઓપરેશન ચાલ રહેશે તેમ રાજનાથસિંહ જણાવ્યું છે જેના કારણે પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. પાકિસ્તાન એલઓસી પર સતત ગોળીબાર કરી રહ્યું છે. ગુરુવારે પણ પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ગોળા અને મોર્ટાર છોડ્યા હતા. જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી. ગુરુવારે મોટાભાગના લોકો સરહદી વિસ્તારો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા હતા.
ભારતના સંરક્ષણ મંત્રીએ આજે કહ્યું કે હું આપણી સેનાને ગઈકાલે કરેલી કાર્યવાહી અને તેમણે બતાવેલી હિંમત અને બહાદુરી માટે અભિનંદન આપું છું. આપણી સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ જે રીતે કર્યો છે તે આપણા બધા માટે ગર્વની વાત છે. ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ જે રીતે હાથ ધર્યું તે પ્રશંસનીય હતું. આમાં, સેનાએ પાકિસ્તાનના નવ આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો અને મોટી સંખ્યામાં આતંકવાદીઓ પણ માર્યા ગયા. રાજનાથ સિંહે કહ્યું કે જે રીતે કોઈને નુકસાન પહોંચાડ્યા વિના આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તે શક્ય બન્યું કારણ કે આપણી સેના પાસે સારી ગુણવત્તાવાળા શસ્ત્રો છે.
આ દરમિયાન, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો પાકિસ્તાન આગળ કંઈ કરવાનો પ્રયાસ કરશે તો ભારત તેનો કડક જવાબ આપશે.