વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ , વર્તમાન સ્થિતિ અંગે આપી માહિતી પાકિસ્તાને 300-400 ડ્રોનથી હુમલો કર્યો.

By: nationgujarat
09 May, 2025

પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર શરૂ કરીને તબાહી મચાવી દીધી છે. ભારતના હુમલાથી ગભરાયેલી પાકિસ્તાની સેના એલઓસી પર સતત ગોળીબાર કરી રહી છે. પાકિસ્તાને બુધવાર રાત્રે અને ગુરુવારે મિસાઇલો, ડ્રોન અને ફાઇટર જેટથી ડઝનબંધ ભારતીય શહેરોને નિશાન બનાવ્યા, પરંતુ ભારતીય સેનાએ મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાનના ડઝનબંધ મિસાઇલો અને ડ્રોન, જેમાં 3 ફાઇટર જેટનો સમાવેશ થાય છે, હવામાં જ નાશ પામ્યા હતા. હવે ભારતીય સેના પણ પાકિસ્તાનના શહેરોમાં તબાહી મચાવી રહી છે. આનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન, જમ્મુ અને જેસલમેરમાં ફરી એકવાર અંધારપટ છવાયો હતો.

આજે સાંજે 5.30 કલાકે વિદેશ મંત્રાલય  અને સેના દ્વારા સંયક્ત પ્રેસ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે…. પાકિસ્તાને કરેલા હુમલાનો ભારતે વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાને ગઇકાલે કાયર્તા પુર્ણ હરકત કરી છે. પાકિસ્તાને જાસુસીના પ્રયાસથી ડ્રોન મોકલ્યા હોવાની શંકા છે. પાકિસ્તાને ભારતના શહેરને ટાર્ગેટ કર્યા હતા. પાકિસ્તાન ભારતના ઘાર્મિક સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

એક પ્રેસ બ્રીફિંગમાં, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને કંદહાર, ઉરી, પૂંછ, રાજૌરી, અખનૂર અને ઉધમપુર જેવા નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારોમાં ગોળીબાર કરીને ભારત સામે ઉશ્કેરણીજનક લશ્કરી કાર્યવાહી કરી છે. આ હુમલામાં ભારતીય સુરક્ષા દળોને થોડું નુકસાન અને ઈજાઓ થઈ છે, જોકે, જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું છે.

મિસરીએ એમ પણ કહ્યું કે ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસ છતાં પાકિસ્તાને તેનું નાગરિક હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નથી, જે એક ખતરનાક અને બેજવાબદાર પગલું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન નાગરિક વિમાનોનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યું છે, જેનાથી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ રહી છે.

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને ભારતમાં 36 સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રારંભિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ હુમલામાં તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ તરત જ આ હુમલાનો જવાબ આપ્યો અને ડ્રોન વળતો હુમલો કર્યો, જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર સિસ્ટમ સંપૂર્ણપણે નાશ પામી. સોફિયા કુરેશીએ કહ્યું કે આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાને ભારે નુકસાન થયું છે અને આ તેના લશ્કરી કાર્યવાહી માટે મોટો આંચકો છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નથી પરંતુ તેનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો છે. જ્યારે આ હુમલો થયો ત્યારે કરાચી અને લાહોર જેવા મોટા શહેરોમાં પેસેન્જર વિમાનો ઉડાન ભરી રહ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા. ભારતીય સુરક્ષા દળોએ સમગ્ર કાર્યવાહી દરમિયાન સંયમ રાખ્યો અને નાગરિકોને નુકસાન ન થાય તે માટે મર્યાદિત વળતા હુમલા કર્યા. આ રક્ષણાત્મક અને સંવેદનશીલ વલણની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા થઈ રહી છે.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર વિશે નવી માહિતી આપી. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ભારે ગોળીબાર કર્યો. ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તંગધાર, ઉરી અને ઉધરપુરમાં ભારે ગોળીબાર થયો. પાકિસ્તાની ગોળીબારથી નુકસાન થયું છે. તેમણે તસવીર બતાવતા કહ્યું કે ભારતીય વાયુસેનાએ ખૂબ જ સંયમ દાખવ્યો છે.

દેશભરમાં પૂરતો ઇંધણ ભંડાર

IOC એ તેના સત્તાવાર X એકાઉન્ટ પર લખ્યું છે કે ઇન્ડિયન ઓઇલ પાસે દેશભરમાં પૂરતો ઇંધણ ભંડાર છે અને અમારી સપ્લાય ચેઇન સરળતાથી ચાલી રહી છે. બીપીસીએલ અને એચપીસીએલે પણ તમામ ગ્રાહકોને અફવાઓને અવગણવા અને ધીરજ રાખવા અપીલ કરી છે. બધા આઉટલેટ્સ પર પેટ્રોલ, ડીઝલ અને LPG રાબેતા મુજબ ઉપલબ્ધ છે. તેલ કંપનીઓએ જણાવ્યું હતું કે અફવાઓના આધારે બિનજરૂરી ભીડ કરવાથી સાચા ગ્રાહકોને અસુવિધા થઈ શકે છે, તેથી બધા નાગરિકોએ શાંતિ જાળવી રાખવી જોઈએ અને તેમની જરૂરિયાત મુજબ જ ઇંધણ ખરીદવું જોઈએ.


Related Posts

Load more