India-Pakistan Tension: પાકિસ્તાનમાં ભારતે કરેલ વોટર સ્ટ્રાઇકથી હડકંપ

By: nationgujarat
05 May, 2025

ભારતમા જમ્મુ કાશ્મિરના પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલા લીઘા છે અને તેમા મોદી સરકારે વધુ એક મજબૂત કાર્યવાહી કરી છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે. ભારતે સિઘુ જળ કરારને રદ કરવાના નિર્ણય પછી પાકિસ્તાન સામે વધુ એક કાર્યવાહી કરી છે. ભારતે ચિનાબ નદીનું પાણી બગલિહારી ડેમ પર અટકાવી દીધું છે.  જ્યારે અન્ય એક પાક. તરફ વહેતી ઝેલમ નદીનું પાણી કિશનગંગા ડેમ પર રોકવાની તૈયારી ચાલી રહી છે. હાલ જમ્મુના રામબનમાં આવેલા બગલિહાર અને ઉત્તરીય કાશ્મીરના કિશનગંગા હાઇડ્રો પાવર ડેમ દ્વારા ભારત પાક. તરફ જતા પાણીના સ્તરને પોતાની ઇચ્છા મુજબ વધારી, ઘટાડી કે બંધ પણ કરી શકે છે. તેથી આ ડેમની મદદથી કોઇ પણ પ્રકારની તૈયારી વગર જ પાણી રોકી પણ શકાય છે સાથે જ પૂર ઝડપે છોડી પણ શકાય છે. ભારતના આ પગલાથી પાકિસ્તાનમાં પૂરની સાથે દુષ્કાળ એમ બેવડા ઘા પડી શકે છે. નિષ્ણાતોનો દાવો છે કે ચિનાબ નદીનું પાણી રોકી લેવાથી પાકિસ્તાનમાં કૃષિ અને પર્યાવરણ બન્નેને મોટો ફટકો પડી શકે છે.

ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરશે તેવી પાકિસ્તાનને પુરી ખાતરી છે જેને પગલે હાલ પીઓકેમાં યુદ્ધને પહોંચી વળવા માટેની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ અચાનક જ મધરાત્રે મોટો નિર્ણય લીધો હતો અને સોમવારે સાંજે પાંચ વાગ્યે સંસદનું ઇમર્જન્સી સત્ર બોલાવ્યું છે. પાક. સરકાર દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના બંધારણે આપેલા અધિકારોનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ ઇસ્લામાબાદમાં સ્થિત પાક.ના સંસદ ભવનમાં સોમવારે પાંચ તારીખે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રીય એસેમ્બલીની બેઠક બોલાવી છે. આ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ ભારતના ભાવી હુમલાની તૈયારી અંગે ચર્ચા કરી શકે છે. સાથે જ ભારતે હવે સિંધુ જળસંધિ સસ્પેન્ડ કરીને પાક.ને મળતું પાણી અટકાવી દીધુ છે તે મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવશે. ભારતના આ પગલાની ટિકા કરવા માટે પાક. સંસદમાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવી શકે છે.

સિંઘ જળ કરારને રદ કરવાના ભારતના નિર્ણય પછી પાકિસ્તાનના નેતાઓએ ગીઘડ ઘમકીઓ આપી હતી કે જો ભારત પાણી રોકી દેશે તો અમે હુમલો કરીશું. પાકિસ્તાન હવે યુએનના શરણે ગયુ છે પાકિસ્તાન યુએનના તળીયા પકડીને ભારતને સમજવાવ મધ્યસ્થી કરવા કગરી રહ્યુ છે. હવે જોવાનું એ છે કે ભારતમા આંતકી હુમલામા દેશવાસીઓનો જોશ હાઇ છે દેશ ઇચ્છી રહ્યો છે કે આંતકના આકોઆ નો હવે સંપુર્ણ નાશ થાય દેશમા શાંતિનુ વાતાવરણ જણવાઇ રહે પણ સરકાર શું એકશન લે શે તેના પર સૌની નજર છે


Related Posts

Load more