ING VS ENG 3 RD TEST : લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ માં ત્રીજી ટેસ્ટમેચ માં આજે પાંચમા દિવસે ભારતીય ક્રિકેટ ટીમ ભલે 22 રણ થી મેચ હરિ ગઈ , પણ અહીં જીત્યું માનવતા રૂપી ક્રિકેટ . ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારત અને ઇંગ્લેન્ડ બંને દેશ આ ના પ્લેયર્સ આક્રમક બની ને રમત રમ્યા હતા. પાંચ દિવસ સુધી ચાલેલી આ ટેસ્ટ મેચ માં બંને દેશ ના ક્રિકેટરો નું ઝનૂન જોવા મળ્યું હતું , સમય બરબાદ થતા કેપટન ગિલ ની ઝાક ક્રોવલી તેમજ બેન ડકેટ જોડે વચ્ચે જોરદાર દલીલ થઇ હતી .
એવી રીતે મોહમ્મદ સિરાજ પણ બેન ડકેટ ને કેચ આઉટ કરાવતા જ આક્રમક મુડ માં આવી ગયો હતો , મોહમ્મદ સિરાજ નો જોરદાર ગુસ્સો દેખવા મળ્યો હતો. એવી રીતે ઇંગ્લેન્ડ ના બોલર બ્રાઈડન કાર્સ અને રવિન્દ્ર જાડેજા જોડે રન દોડવા બાબતે ઉઘર બોલાચાલી થઇ હતી, જાડેજા રન લેવા માટે દોડ્યો એ વખતે એ બોલર “કાર્સ ” ને અથડાયો હતો , જાડેજા એ માનવતા દાખવી ને , કહ્યું કે જાણી જોઈને નથી અથડાયો પણ અહીં ઇંગ્લેન્ડ નો બોલર “કાર્સ ” બરોબર નો અકળાયો હતો ને જીભાજોડી પર આવી ગયો હતો.
ઇંગ્લેન્ડ ના કેપટન બેન સ્ટોકે અહીં મામલો શાંત પડ્યો હતો. મોહંમદ સિરાજ છેલ્લે જયારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એનું ધ્યાન ભટકાવવા માટે ઇંગ્લેન્ડ ના પ્લેયર દ્વારા “સ્લેજિંગ” કરવામાં આવી રહ્યું હતું . ભારત ની 10 મી વિકેટ સિરાજ સ્વરૂપે પડી એ પહેલા ઇંગ્લેન્ડ ના બોલર દ્વારા બાઉન્સર મારતા મોહમ્મદ સિરાજ ના કાભ પાર બોલ વાગતા એ ઘવાયો હતો, પણ ફીઝીયો દ્વારા ટ્રીટમેન્ટ અપાતા બેટિંગ કરવા આવેલા સિરાજ ને ઇંગ્લેન્ડ ના બોલર “બશીરે ” ક્લીન બોલ્ડ કરતા ઇંગ્લેન્ડ ની ટીમ વિજયી થઇ હતી, એક બાજુ ઇંગ્લેન્ડ ના ખેલાડીઓ ગ્રાઉન્ડ માં દોડી ને આનંદ વ્યક્ત કર્યો હતો , ત્યારે બીજી બાજુ ભારત ના બેટ્સમેન મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા બંન્ને નિરાશ થઇ ગયા હતા ત્યારે ઇંગ્લેન્ડ ના કેપ્ટન સહીત અમુક ખેલાડીઓએ ક્રિકેટ ની રમત ને સ્પિરિટ રૂપી જીવંત રાખી ને મોહમ્મદ સિરાજ ની બેટિંગ ને બિરદાવી હતી કેમ કે એણે રવિન્દ્ર જાડેજા ને મેચ ચેક સુધી લઈ જવામાં પોતાનો રોલ ભજવ્યો હતો.
ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન જે તકરાર જોવા મળી હતી એ તકરાર ને ભૂલી ને ભારતના રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ ની બેટિંગ ને બિરદાવી હતી . એમ આજે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ માં જીત્યું ફકત ને ફક્ત “ક્રિકેટ“.