મુંબઈમાં કપલે કરી તમામ હદ પાર, ચાલતી બસમાં બાંધ્યો શારીરિક સંબંધ

By: Krunal Bhavsar
21 Apr, 2025

Sex in Mumbai Bus: દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (NMMT) દ્વારા સંચાલિત એસી બસમાં એક કપલ શારીરિક સંબંધ બનાવતા ઝડપાયું હતું. આ કપલની ઉંમર લગભગ 20 વર્ષની છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આ કપલ પાછળની સીટ પર બારી પાસે બેઠેલા પકડાયા હતા. ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ તેમનો વીડિયો રેકોર્ડ કર્યો. આ પછી આ વીડિયો વાયરલ થયો છે.

કંડક્ટર સામે કાર્યવાહી
રિપોર્ટ અનુસાર NMMTના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ કૃત્ય અટકાવવામાં નિષ્ફળ રહેવા બદલ બસ કંડક્ટર સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ‘કંડક્ટરને ચેતવણી આપવામાં આવી છે અને લેખિતમાં સમજાવવા માટે કહેવામાં આવ્યું છે કે, તે બસમાં હતો ત્યારે આવું અશ્લીલ કૃત્ય કેવી રીતે થયું.’ ‘એવું કહેવામાં આવ્યું કે, કંડક્ટર આગળની સીટ પર બેઠો હતો અને તેને ખબર નહોતી કે પાછળ શું થઈ રહ્યું છે.’

આ મુદ્દો ઉઠાવનારા આરટીઆઈ કાર્યકર્તા અનરણિત ચૌહાણે જણાવ્યું કે, ‘રવિવારે બસ પનવેલથી કલ્યાણ જઈ રહી હતી અને તે એકદમ ખાલી હતી. ભારે ટ્રાફિકને કારણે બસ ધીમે-ધીમે ચાલી રહી હતી. પછી બસની બહાર બીજા વાહનમાંથી કોઈએ બારીમાંથી કપલના અશ્લીલ કૃત્યનું રેકોર્ડિંગ કર્યું. આ પછી વીડિયો વહીવટીતંત્ર સાથે શેર કરવામાં આવ્યો.

‘કપલે વિચારવું જોઈતું હતું’
જ્યારે વહીવટીતંત્રના પ્રતિભાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ચૌહાણે કહ્યું કે, “આ નિષ્ફળતા અંગે કંડક્ટરને પૂછપરછ કરવામાં આવી છે. જાહેર પરિવહન આવું કૃત્ય કરવા માટે નથી અને આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવું થયું.”

 


Related Posts

Load more