ચાની દુનિયામાં ભારતનો ડંકો, દુનિયાનો બીજો સૌથી મોટો નિકાસકાર બન્યો

By: Krunal Bhavsar
02 Apr, 2025

નવી દિલ્હીઃ જેનું સેવન કર્યા વિના દેશ અને દુનિયાના કરોડો લોકોની સવાર પડતી નથી… તે વસ્તુનું નામ છે ચા… તેની નિકાસમાં ભારતે સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી છે… પાડોશી દેશ શ્રીલંકાને પછાડીને ભારત ચાની દુનિયામાં બીજો સૌથી મોટો નિકાસકાર દેશ બની ગયો છે… ત્યારે ભારત કેટલાં દેશોને ચાની નિકાસ કરે છે?… ભારતની કઈ ચા દુનિયામાં ધૂમ મચાવે છે?… જોઈશું આ રિપોર્ટમાં…                                                                                                                         વાત દેશ અને દુનિયાના કરોડો માટે અમૃત સમાન એવી ચાની થઈ રહી છે… ચાની દુનિયામાં ભારતે હાલમાં સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી છે… ભારત પાડોશી દેશ શ્રીલંકાને પછાડીને ચાની દુનિયામાં બીજો સૌથી મોટો નિકાસકાર દેશ બની ગયો છે.ભારતના ટી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલાં લેટેસ્ટ આંકડામાં આ અંગેનો ખુલાસો થયો છે.ભારતે 2024માં 255 મિલિયન કિલોગ્રામ ચાની નિકાસ કરી…તેનાથી ભારતના નિકાસની કિંમત 7111 કરોડ રૂપિયા થઈ…આ આંકડો છેલ્લાં 10 વર્ષના સર્વોત્તમ સ્તરે છે… 2023માં ભારતે 231.69 મિલિયન કિલોગ્રામ ચાની નિકાસ કરી હતી..જેનાથી ભારતને 6161 કરોડ રૂપિયા મળ્યા હતા…ભારતમાં ઉત્પન્ન થઈ ચાની દુનિયામાં ખાસ ડિમાન્ડ છે… કેમ કે ભારતના અસમ, દાર્જિંલિંગ અને નીલગિરિ ચાને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ચામાંથી એક માનવામાં આવે છે… ભારતમાંથી નિકાસ થતી મોટાભાગની ચા બ્લેક ટી છે… જે કુલ નિકાસની લગભગ 96 ટકા છે… સમયની સાથે હવે રેગ્યુલર ટીની સાથે સાથે ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટીનું માર્કેટ પણ વધી રહ્યું છે… તેની સાથે જ ભારતે ચાના ઉત્પાદનને વેગ આપવા, ભારતની ચાને વિશિષ્ટ બ્રાન્ડ બનાવવા માટેની દિશામાં પણ પગલાં ઉઠાવ્યા છે… સાથે જ  આ ઉદ્યોગ સાથે જોડાયેલા પરિવારોના કલ્યાણ કરવા માટે યોજનાઓ બહાર પાડી છે… ભારતમાં કયા રાજ્યમાં ચાનું ઉત્પાદન થાય છે તેના પર નજર કરીએ તો…અસમ ઘાટી અને કછાર અસમના બે ટી પ્રોડક્શન ક્ષેત્ર છે. આ સિવાય પશ્વિમ બંગાળમાં દોઆર્સ, તરાઈ અને દાર્જિંલિંગ 3 મુખ્ય ટી પ્રોડક્શન ક્ષેત્ર છે…ભારતનો દક્ષિણી ભાગ દેશના કુલ ઉત્પાદનનું 17 ટકા ઉત્પાદન કરે છે…જેમાં તમિલનાડુ, કેરળ અને કર્ણાટક રાજ્યનો સમાવેશ થાય છે…નાના ચાના ઉત્પાદકો પણ કુલ ઉત્પાદનમાં 52 ટકા યોગદાન કરી રહ્યા છે…હાલમાં સપ્લાય ચેનમાં 2.30 લાખ નાના ચાના ઉત્પાદકો છે… તમે જમીનની અંદર ચાના લીલાછમ બગીચા જોયા હશે… પરંતુ તેમાંથી પેકેટની અંદર દાણાવાળી ચા, ગ્રીન ટી કઈ રીતે બને છે તેની પ્રોસેસ નિહાળી છે ખરી?… નહીં તો જુઓ આ વીડિયો… જેમાં જોઈ શકાય છે કે બગીચામાંથી ચાના પત્તાઓને ચૂંટવામાં આવે છે… ત્યારબાદ તેને બાંધીને ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે… જ્યાં તેમાંથી ભેજ દૂર કરવામાં આવે છે… ત્યારબાદ તેને મશીનની મદદથી પીસવામાં આવે છે… એટલે તે એક પાવડરનું સ્વરૂપ ધારણ કરે છે… ત્યારબાદ તેને સૂકવીને અલગ-અલગ કરવામાં આવે છે… અને આ રીતે તૈયાર થાય છે તમારી સૌથી મનપસંદ એવી ચા…હાલ ભારત દુનિયાના 25થી વધારે દેશોમાં ચાની નિકાસ કરે છે… ભારત દુનિયાના ટોચના 5 ચા નિકાસકારમાંથી એક છે… આગામી સમયમાં ભારતનું લક્ષ્ય નંબર વન બનવાનું છે… એટલે ચાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને રોજગારી વધુ મળશે અને તેમની ડિમાન્ડ પણ વધશે.


Related Posts

Load more