ભાજપે હાલમાં જ ત્રણ રાજયમાં સરકાર બનાવી છે. ભાજપની જીત 2024ના રસ્તા માટે ખૂબ જ મહત્વ પુર્ણ સાબિત થશે તેથી હવે સવાલ એ છે કે ઇન્ડિયા ગઠબંધનનું શું થશે. ઇન્ડિય ગઠબંધનમાં ભાજપ વિરુદ્ધની પાર્ટીઓ એક થઇ લોકસભા ની ચૂંટણી લડવા ભેગા થયા હતા. એવી એવી પાર્ટીઓ ભેગી થઇ કે જેમણે ભૂતકાળમાં ભ્રષ્ટાચારથી ઘેરાઇ રહી છે. હાલમાં જ મહુવા મોઇત્રાના મુદ્દાને લઇ ઇન્ડિયા ગઠબંધન એક સુરમાં દેખાય છે પણ સૌથી મોટો સવાલ એ છે કે શું તેઓ લોકસભાની બેઠકોની વહેંચણીમાં એક તાંતણે બંધાશે.
લોકસભાની બેઠકોની ગણિત અલગ છે
ઇન્ડિયા ગઠબંધનમાં ભલે દરેક પાર્ટીઓ દરેક મુદ્દાને લઇ કેન્દ્ર સરકારને ઘેરે અને મીડિયા સમક્ષ નિવેદન કરે કે તેઓ લોકસભાની ચૂંટણી સાથે લડશે પરંતુ મોટો સવાલ એ છે કે શું તે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી કે આર જે ડી કે તૃણમુલ કોંગ્રેસ આ પાર્ટીઓ લોકસભામાં એક મત થઇ બેઠકોની વહેંચણી કરશે કે કેમ. કારણ કે કોંગ્રેસે ત્રણ રાજયમાં વિઘાનસભાની બેઠકો હારી છે જો જીતી હોત તો કોંગ્રેસ ગઠબંધન સાથે લોકસભાની બેઠકોને લઇ તેમની મનમાની નહી કરી શકે. કોંગ્રેસનું નેતૃત્વને ઇન્ડિયા ગઠબંધન માન્ય રાખશે કે કેમ ત્રણ રાજયના પરિણામ પહેલા ઇન્ડિયા ગઠબંધનના નેતાના સુર એવા હતા કે તેઓ દરેક મોરચે સાથે રહી લોકસભામાં ભાજપને પરાજય કરશે તેમાં પણ અખિલેશ યાદવેતો મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, ત્રણ રાજયના પરિણામ પછી ઇન્ડિયા ગઠબંધન વધુ મજબૂત બનશે. દેશની જનતા ભાજપને નકારશે. દેશની જનતા ભાજપથી નારાજ છે. ખેર પરિણામ પછી હવે શું તે અંગે સવાલ થઇ રહ્યા છે કારણ કે બંધ રૂપમમાં ઇન્ડિયા ગઠબંધના નેતાઓએ એક મેક થવાની જે કસમો લીધી હતી તે હવે પૂર્ણ કરશે તે પણ સવાલ છે. ગઠબંધનની દરેક પાર્ટીઓ તેમના તેમના રાજયમાં મજબૂત છે દાખલા તરીકે આપ દિલ્હીમાં પંજાબમાં તો ટીએમસી બંગાળમા, નીતીશ અને લાલુ તેમજ અખિલેશ બિહારમાં.
ઇન્ડિયા ગઠબંધનમાં મતભેદ છે
ઇન્ડિયા ગઠબંધનમાં ભલે નેતાઓએ એક મેકની પ્રેમ કહાનીની કસમ લીઘી હોય પણ તે રાજકારણમાં ટકતી નથી. હાલમાં જ તેલગણામાં કોંગ્રેસની જીત પછી શપથ ગ્રહણમાં રાહુલ ગાંઘીએ મમતા બેનર્જીને શપથ ગ્રહણમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવ્યુ પણ તે આવ્યા નહી. આ પરથી સવાલ થાય છે કે શું ડિએમસી અને કોંગ્રેસ વચ્ચે ઓલ ઇઝ વેલ છે. તો બીજી તરફ મહુવા મોઇત્રા મુદ્દે ઇન્ડિયા ગઠબંઘનના નેતાઓ એક થયા છે એક મતે મોદી અને શાહ સામે વાક બાણ ચલાવતા જોવા મળ્યા છે. તો નીતિશ કુમારે પણ નવેમ્બરમાં એક સભામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હાલ ગઠબંધનમાં રસ નથી તે તો ચૂંટણીમાં વ્યસ્ત છે. તો આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ પણ એમ કહેતા ફરે છે કે દેશમાં ત્રીજી મોટી રાજકીય પાર્ટી છે આમ આદમી પાર્ટી. હવે કોંગ્રેસ માટે સવાલ છે કે કોંગ્રેસ પાસે આ બધી 28 જેટલી પાર્ટીઓ તેમના તેમના વિસ્તારમાં લોકસભાની બેઠકો માંગ કરશે તો શું કોંગ્રેસ સહમત થશે.
કયા નેતાને પીએમ તરીકે જાહેર કરશે.
કોંગ્રેસ પાસે હાલ કોઇ એવા નેતા નથી કા તો નેતા રાહુલ ગાંઘી સિવાય કોઇ નેતાને પીએમ તરીકે જાહેર કરવાની સક્ષમતા દર્શવી નહી શકે તોઆપ પાર્ટીમાંથી કેજરીવાલ પોતાને પીએમ તરીકે પ્રમોટ કરી રહ્યા છે તો નીતીશ કુમાર પણ ઇચ્છે કે ઇન્ડિયા ગઠબંધન તેમના નેતૃત્વમાં ચૂંટણી લડે જેથી પીએમના દાવેદાર તરીકે સીધુ નામ નોંધાવ્યું છે. કોંગ્રેસની જરૂર અન્ય રાજકીય પાર્ટીઓને એટલે છે કારણ કે એક માત્ર કોંગ્રેસ જ એવી પાર્ટી છે તેમની દરેક રાજયમાં નાનુ કે મોટુ સગંઠન છે. ગઠબંધનની આવનાર સમયમાં જે બેઠક મળશે તેમાં બેઠકને વહેંચણીને લઇ સ્પષ્ટ થશે. સવાલ એ છે કે શું 28 પાર્ટીઓના નેેતા તેમનુ વ્યક્તિ ગત કદ સાઇડમાં મુકીને ગઠબંધનનો ધર્મ નિભાવશે.
80 લોકસભા બેઠકોમાં કોંગ્રેસ નબળુ છે તો સમાજવાદી પાર્ટી મજબૂત છે. મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો છે જેમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે્, શરદ પવાર મહત્વની ભૂમિકા નિભાવશે, પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠક છે જેમાં મમતા બેનર્જી મજબૂત છે, બિહારમાં 40 લોકસભા બેઠકો છે જેમાં જેડીયુ અને આરજેડી મહત્વ વઘારે છે, દિલ્હીમાં 7 લોકસભા બેઠક છે ત્યા આમ આદમી પાર્ટી ની મહત્વ ભૂમિકા રહેશે તો પંજાબમાં પણ આમ આદમી પાર્ટી મજબૂત છે.
2019માં કોંગ્રેસ અને ભાજપ 225 બેઠકો પર ચૂંટણી લડ્યુ હતું જેમાં ભાજપ 200 બેઠકો જીતી ગયુ હતું. અન્ય રાજકીય પાર્ટીઓ તેમનો વિસ્તાર ટકાવી રાખવાની એક મોટી ચેલેન્જ છે જેમાં તેઓ કોંગ્રેસ સાથે કોઇ બાંધછોડ નહી કરે.