IND vs SA Final Highlights, T20 World Cup 2024: 13 વર્ષ પછી ICC ટ્રોફી જીત્યુ ભારત

By: nationgujarat
29 Jun, 2024

ICC T20 World Cup 2024 Final: T20 વર્લ્ડ કપ 2024ની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે અજેય રહીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રન જ બનાવી શકી હતી. દિલધડક મેચમાં ભારતનો 7 રનથી વિજય થયો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ  20 રનમાં 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 18 રનમાં 2 વિકેટ તથા અર્શદીપ સિંગહે 20 રનમાં 2 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી કલાસને 27 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. ક્વિન્ટન ડીકોકે 39 રન, સ્ટબ્લસે 31 રન અને મિલરે 21 રન બનાવ્યા હતા.


Related Posts