IND vs SA: -શું પહેલી ટી-20 મેચ વરસાદને કારણે રદ થશે ? વરસાદ પડવાની કેટલી છે સંભાવના જાણો

By: nationgujarat
08 Dec, 2023

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ રવિવાર 10 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ આ લાંબા સાઉથ આફ્રિકા પ્રવાસમાં 3 T20 ઈન્ટરનેશનલ, 3 ODI ઈન્ટરનેશનલ અને 2 ટેસ્ટ મેચ રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 10 ડિસેમ્બરે ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ હાલમાં જ ઓસ્ટ્રેલિયાને પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ શ્રેણીમાં 4-1થી હરાવીને પોતાની તાકાત બતાવી હતી.

ઓસ્ટ્રેલિયા બાદ હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને 3 મેચની T20 શ્રેણીમાં હરાવવા માટે બેતાબ છે. જો કે, દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા ચાહકો માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. પ્રથમ T20માં વરસાદ મેચની મજા બગાડી શકે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10 ડિસેમ્બર રવિવારના રોજ ડરબનમાં પ્રથમ T20 મેચ રમાવાની છે, તે જ દિવસે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 10 ડિસેમ્બરે ડરબનમાં દિવસભર વરસાદની સંભાવના છે.

શું પ્રથમ T20 મેચ ધોવાઈ જશે?

10મી ડિસેમ્બરે રવિવારે ડરબનમાં વરસાદના સમાચાર જાણીને ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે શું પ્રથમ T20 મેચ કોઈપણ અવરોધ વિના રમાશે કે પછી તેને રદ કરવામાં આવશે. વાસ્તવમાં ડરબનમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હવામાન અહેવાલ અનુસાર, 10 ડિસેમ્બર, રવિવારે મેચના દિવસે વરસાદની 70 ટકા સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

ભારત વિ દક્ષિણ આફ્રિકા T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી

પ્રથમ T20 મેચ, 10 ડિસેમ્બર, ડરબન

દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંઘ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુન્દર, રવીન્દ્ર જાડેજા (વિકેટકીપર) કુલદીપ યાદવ., અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર.


Related Posts

Load more