IND VS SA – ટીમ ઈન્ડિયાના 6 બેટ્સમેનોએ એક સાથે શરમજનક રેકોર્ડ બનાવ્યો

By: nationgujarat
03 Jan, 2024

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં કંઈક આશ્ચર્યજનક બન્યું જ્યારે મેચના પહેલા જ દિવસે બંને ટીમોએ મળીને કુલ 23 વિકેટ ગુમાવી દીધી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાએ તેને માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધો હતો. આ પછી ભારતીય ટીમ પાસે લીડ મેળવવાની શાનદાર તક હતી, પરંતુ ટીમ ઈન્ડિયા 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને માત્ર 98 રનની લીડ મેળવી શકી હતી. આ દરમિયાન ભારતીય ટીમના છ બેટ્સમેનોએ મળીને એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો.

છ બેટ્સમેનોએ મળીને આ શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો
ટીમ ઈન્ડિયા આ મેચમાં એક સમયે 153 રનમાં માત્ર 4 વિકેટ ગુમાવી રહી હતી, પરંતુ આ પછી અચાનક ભારતીય બેટિંગ  તાજના પત્તાની જેમ વિખેરાઇ ગઇ અને ટીમ ઈન્ડિયા 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ જ સ્કોર પર ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય એવું બન્યું નથી જ્યારે કોઈ ટીમે સમાન સ્કોર પર 6 વિકેટ ગુમાવી હોય.

આ છ વિકેટમાં કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની વિકેટ સામેલ છે. આ છ બેટ્સમેનોએ મળીને આ રેકોર્ડ બનાવ્યા છે. જ્યાં કેએલ રાહુલની વિકેટ ટીમ ઈન્ડિયા માટે ટર્નિંગ પોઈન્ટ હતી.

સમાન સ્કોર પર સૌથી વધુ વિકેટ ગુમાવનાર ટોચની 5 ટીમ
6 (153/4 થી 153 ઓલઆઉટ) – ભારત વિ દક્ષિણ આફ્રિકા, કેપ ટાઉન 2024
5 (37/2 થી 37/7) – ન્યુઝીલેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, વેલિંગ્ટન, 1946
5 (59/4 થી 59/9) – ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન, રાવલપિંડી સીસી, 1965
5 (133/2 થી 133/7) – ન્યુઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, હેમિલ્ટન, 2012
5 (134/5 થી 134 ઓલઆઉટ) – બાંગ્લાદેશ વિ ઝિમ્બાબ્વે, હરારે, 2013
ખાતું ખોલાવ્યા વિના 6 ખેલાડીઓ આઉટ
ટીમ ઈન્ડિયાની આ ઈનિંગમાં 6 બેટ્સમેન ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. એક સમયે ભારતીય ટીમે 4 વિકેટના નુકસાન પર 153 રન બનાવી લીધા હતા, પરંતુ આ પછી ટીમ ઈન્ડિયા ખાતામાં 1 રન પણ ઉમેરી શકી ન હતી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી 6 વિકેટ માત્ર 11 બોલમાં ગુમાવી દીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડા, લુંગી એનગિડી અને નાન્દ્રે બર્જરે 3-3 વિકેટ લીધી હતી.


Related Posts

Load more